________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન મહા શાંતિ-સ્તુર્તિભર્યું બનાવનાર વ્રત-નિયમ દેશવિરતિ-સર્વવિરતિની વાતો પ્રત્યક્ષસંગત કે બુદ્ધિસંગત બને છે, તો પછી બીજી અતીન્દ્રિય વસ્તુઓ પણ જિને કહેલી કેમ ન માની લેવી? સારી સુશીલ નિઃસ્વાર્થ માતાના કેટલાંક વચન પ્રત્યક્ષ હિતકર અને માતાની ભરપૂર પ્રેમલાગણી જોઈ બાળક એનાં બીજાં પણ વચન માત્ર શ્રદ્ધાથી માની લઈને જ મોટો થાય છે, ગુણિયલ થાય છે. તો અહીં જિનેશ્વર ભગવાન તો પરમ સુશીલ, પરમ નિઃસ્વાર્થ અને પરમજ્ઞાની છે, વળી આપણને કઠિન આરાધના માર્ગ બતાવતા પહેલાં એથી ય કઈ ગુણો મહા કઠિન આરાધનામાર્ગ એમણે સ્વયં આરાધ્યો છે, પછી કેવળજ્ઞાન પામ્યા બાદ જ એ ઉપદેશ કરે છે, તો પછી એમનાં સમસ્ત વચન કેમ જ ટંકશાળી સત્ય ન માની લેવાં? નહિ માનીએ તો દોરંગી દુનિયાના રવાડે ચડી ખુવાર થવાનું થશે ! અહીં પણ સાચી શાંતિ સ્વસ્થતા ઉન્નતિ નહિ, અને પરલોકમાં તો વાતેય શી? માટે ભગવતી સૂત્રમાં પ્રભુનાં વચન અટલ શ્રદ્ધા-બહુમાન અને જ્વલંત સંવેગ-ધર્મરંગથી સાંભળજો. જમાનાની અસર લેશો નહિ. નહિતર જો એ વચમાં આવી તો એમાં તો વિજ્ઞાનના ચમત્કારો, નવી ઉદ્ભટ જીવન પદ્ધતિઓ કષાયપ્રેરિત નવા સિદ્ધાન્તો વગેરે આવવાનું. એની અસર નીચે આવી જતાં મહાજ્ઞાનીઓનાં શાસ્ત્રની વાતો પર સંવેગ-ધર્મરંગ વધવાને બદલે કુતર્કો, કુ-વિકલ્પો, ઉપેક્ષાભાવ વગેરે ઊભા થશે. માટે આપણે તો એકજ વાત, કે જગતમાં તો કાળે કાળે પરિવર્તનો આવ્યાં જ કરે છે, એની વચમાંથી આપણે પસાર થવાનું છે. ત્યાં ત્રિકાળસત્ય જિનવચન જ પ્રમાણ કરીને ચાલવાનું. એ માટે પહેલાં કહ્યા તેવા મુદ્દાથી જિનવચન પર અથાગ શ્રદ્ધા રાખવાની. ફરીથી ગણી લો એ મુદ્દા. જિનવચન પર અનન્ય શ્રદ્ધા રાખવા આ વિચારો :
(૧) જિનેશ્વર ભગવાને અસત્ય બોલાવનારા રાગ-દ્વેષ, મોહ-અજ્ઞાન વગેરે દોષોનો સદંતર નાશ કરી એ વીતરાગ સર્વજ્ઞ બનેલા છે. માટે એમને અસત્ય બોલવાને કોઈ કારણ નથી. તેથી જિનવચન પ્રમાણભૂત છે.
(૨) મહાબુદ્ધિનિધાન મહર્ષિઓએ જિનવચન ઝીલ્યા છે, અને સાંગોપાંગ પ્રામાણિત કર્યા છે, તો અજ્ઞાન-મૂઢ એવા આપણા માટે તો જિનવચન સુતરાં પ્રમાણ હોય. ગૌતમસ્વામી હરિભદ્રસૂરિ મહારાજ વગેરે કયાં ઓછા વિદ્વાન હતા? એમણે જિનવચનને સર્વેસર્વા પ્રમાણ કર્યા, તો આપણે શું એમના કરતાં વધારે વિદ્વાન અને બુદ્ધિમાન છીએ તે જુદા વિચાર કરીએ?
(૩) મોટા ચક્રવર્તી રાજામહારાજા અને શેઠ શાહુકારોએ જિનવચનને સંપૂર્ણ અપનાવ્યા છે, અને જીવન સોંપ્યા છે, તો પછી એમ કરવામાં આપણે શો વિચાર શી આનાકાની કરાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org