________________
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન વિજ્ઞાને ચક્ષુથી પ્રત્યક્ષ કરવા માટે અણુનું વિભાજન કર્યું, એમાં ન્યુક્લીયર વિજ્ઞાનથી ઇલેકટ્રોન પ્રોટોન વગેરે ૯૨ તત્ત્વ શોધી કાઢયા,અને એને છેલ્લા અવિભાજ્ય પદાર્થ માન્યા. ત્યારે પ્રશ્ન થાય કે,
“અણુ' એટલે શું? પરમાણું જ ને? પરમાણુ ,”એટલે તો છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય અંશ; એનું પછી વિભાજન થઈ શકે ? અને જો થાય, તો એમાં સમાવિષ્ટ મળતાં અંશને જ અણુ કહેવો? કે એ અંશોના જૂથને ? જૈન તત્વજ્ઞાને તો હજારો વર્ષ પૂર્વેથી આ વિજ્ઞાન આપ્યું છે કે અનંતા સૂમ નૈૠયિક અણુનો એક વ્યાવહારિક અણુ બને છે. વિજ્ઞાને નવું શું કહ્યું?
આજે શોધો આવિષ્કારોથી પ્રગટ કરાતા પદાર્થ કરતાં કેટલાય સૂક્ષ્મ પદાર્થ શ્રી તીર્થકર ભગવાને પોતાના કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કર્યા છે, અને જગતને ઉપદેશ્યા છે.
(૧) વિજ્ઞાન તો સંશોધનથી આજે નવી જેવી વાત કહે છે કે “હાઈડ્રોજન ઓક્સિજન વાયુના મિશ્રણી પાણી બને છે. પરંતુ જૈન દર્શન તો પ્રાચીન કાળથી કહેતું આવ્યું છે કે વાયુ એ પાણીની યોનિ છે.વિજ્ઞાને કયાં નવું શોધ્યું? (ર) વિજ્ઞાન દાવો રાખે છે કે “અમે વનસ્પતિમાં જીવ અને એની વિવિધ લાગણીઓ હોવાનું નવું શોધી કાઢ્યું,” પરંતુ જૈન તત્વજ્ઞાન તો હજારો લાખો વર્ષ પૂર્વે માત્ર વનસ્પતિ જ નહિ, કિંતુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ પણ જીવનાં શરીર હોવાનું કહેતું આવ્યું છે, અને જીવ-ચૈતન્યશક્તિનાં લક્ષણ આહારગ્રહણ, શરીરવર્ધન, ઘાં-પૂરણ વગેરેથી એ જીવશરીર હોવાનું પુરવાર કરે છે. એમાંથી જીવ નીકળી ગયા પછી તેવાં નિર્માણ નથી બનતા એ હકીકત પૂર્વાવસ્થા-અનંતર અવસ્થા વચ્ચે તફાવત સૂચવે છે. વિજ્ઞાને શી નવી વાત કહી?
(૩) વિજ્ઞાને ફોટોગ્રાફી શોધી. શું એ નવા જ તત્ત્વનો આવિષ્કાર છે? જૈન તત્ત્વજ્ઞાન તો પરાપૂર્વથી કહેતું આવ્યું છે કે પુગલમાંથી છાયાણ નીકળ્યા જ કરે છે, બરાબર તેવા તેવા રંગના. વિજ્ઞાને ફોટોગ્રાફિક પ્લેટ-ફિલ્મ ઉપર એને પકડવાનું કર્યું. પણ એનું તત્ત્વ તો સર્વજ્ઞ ભગવાને કહેલું જ ને? પૂછો,
પ્ર. - તો પછી જો સર્વજ્ઞ બધું જ જાણતા હતા તો માત્ર છાયા બતાવીને એ ઝીલવાની ફોટો-પ્લેટ કેમ ન બતાવી?
ઉ. - એટલે શું એમ કહેવું છે કે એ છાયા જાણતા હતા અને ફોટાની પ્લેટ કેમ બને એ નહોતા જાણતા? એવું કાંઈ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં કશું અજ્ઞાત નથી. માત્ર એ જોતા હતા કે આવું અણુનું વિશ્લેષણ અને એમાંથી ઉત્પન્ન થતી ઈલેક્ટ્રિસીટી, ટેલીફોન, ટેલીવિઝન, રેડિયો, ફોટોગ્રાફ વગેરે તો જીવોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org