________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન કરો, ત્યાં ગુસ્સે થઈ તપની વિરુદ્ધે ય બોલી નાખશે, ‘જોયા જોયા તમારા એકાસણાં ! ધરમ બધો એમાં જ આવી ગયો ? બીજી વાતનું ઠેકાણું નથી, ને લાંઘણ કરી એટલે ધર્મ ?...' છે બોલવાનું ભાન ? કોઈ વિવેક ? કોઈ પરલોકચિંતા ? ના, મદમાં ભરાયો ઘોર વિરાધનામાં પડતાં કોઈ આંચકો નથી. એ જોવાની પરવા નથી કે ‘આ જાણી જોઈને કરેલી વિરાધનાનો કદાચ જીવનમાં કયારેય પસ્તાવો નહિ થાય, ગુરુ આગળ આલોચના કરી પ્રાયશ્ચિત લેવાનું નહિ થાય અને એનાં બંધાયેલા કૂડા પાપકર્મ ભવાંતરે ધર્મહીન અને પાપિષ્ટ બનાવશે ! અહીં પાપવિચારો, પાપશબ્દો, પાપી દેખાવ વગેરે સૂઝે છે એ વળી પૂર્વ જીવનની વિરાધનાનું ફળ છે, એમ આગળના ભવે પણ આથી વધુ પાપિષ્ઠતા લાવશે.’
આ બહુ સમજી રાખવા જેવું છે કે ઉકળાટ આવેશમાં વિરાધનાનું બોલી વિચારી નાખેલું, અને એમાં પછી સામા ચૂપ થઈ ચાલી ગયા એના પર સંતોષ વાળેલો, એનો પસ્તાવો થતો નથી; કેટલુંય તો એવું ભૂલાઈ જાય છે; એટલે પછી ગુરુ આગળ આલોચના પ્રાયશ્ચિત્ત કરી એ પાપથી પાછા વળવાનું થતું નથી. એ પાપનાં શલ્ય આત્મામાં જડબેસલાક ચોંટી જાય છે ! અને ભવોના ભવો સુધી પાપાસક્ત બનાવે છે !
લક્ષ્મણા રુકમી, જમાલી, મરીચિ વગેરેનું શું થયું ? આવું જ વિરાધના કરી અને પછી એનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ થયું નહિ, એથી જન્મોના જન્મો પાપાચરણ લલાટે લખાઈ ગયા !
આર્દ્રકુમાર મેતારજ, ચિલાતીપુત્ર વગેરેને વળી મૃદુ રૂપમાં વિરાધના થઈ હશે, તે પછીના એકજ ભવમાં પાપ નડ્યું. પણ નડ્યું કેવું ?
આર્દ્રકુમારને અનાર્ય દેશમાં જન્મ ! જાતિસ્મરણ જ્ઞાનથી વળી ચારિત્ર પામ્યો, તો પણ પૂર્વ ભવે સંયમજીવનમાં સ્નેહ કરેલ પત્તીનો જીવ અહીં પાછી કન્યા તરીકે મળી આવતાં ચારિત્રમાંથી પતન ! પૂર્વ જન્મનું સ્મરણ છતાં ચારિત્રમાંથી પડવાનું ! તેમ સ્વેચ્છાએ લીધેલા ચારિત્રમાંથી ? હા,
વિરાધના કરી અને એની પાછળ આલોચના પ્રાયશ્ચિત નહિ, એટલે એના ભવાંતરે પ્રત્યાઘાત જાણકારીને ય દબાવી દઈ પાપમાં પાડે.
માત્ર વિરાધના કાંઈક મૃદુ દિલની હશે, તે અહીં અશુભોદય ભોગવ્યા પછી એનો અંત આવ્યો, ને આગળ પર પાછા ચડી ગયા માર્ગે, બાકી કઠોર દિલની વિરાધના તો ભવોના ભવો પાપમાં જ રુલતા રાખે.
મેતારજને ચરમશ૨ી૨ી તદ્ભવમુક્તિગામી છતાં અને પોતે જ દેવલોકમાં સંકેત કર્યા મુજબ દેવતાએ આવી પ્રતિબોધ કરવા છતાં, જાલિમ વિષયલંપટતા નડી, વર્ષોના વર્ષો ધર્મ ન સૂઝયો ! માત્ર ‘ચારિત્ર તો ઉત્તમ, પણ આમ પરાણે ન અપાય,’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org