Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 60
________________ શ્રી ભગવતીજી સૂત્રવિવેચન પત્ર એવી વિરાધના કાંઈક મૃદુ રૂપની હશે તે એનો અહીં અશુભોદય ભોગવી અંત આવ્યો, પૂર્વની ચારિત્ર-આરાધના પાછી તાજી થઈ આવી, ઘોર તપ- સંયમસમતામાં ચડી ગયા, અને મરણાંત ઉપસર્ગસહી કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવી ગયા. પણ જો પૂર્વભવે કઠોર વિરાધનામાં ચડયા હોત ‘ગુરુએ આમ પરાણે ચારિત્ર ન અપાય. ગુરુ છે જ એવા.બસ લ્યો જાણે પઠાણગીરી ! આમને આમ જ લોકો પર ધોકો ચલાવે છે ! એમને કોઈ માથાનો મળતો નથી, નહિતર ખબર પાડી દે, લ્યો મોટા ધર્મની પ્રભાવના કરવા નીકળી પડયા છે ! આમ ધોકામાં ધર્મ ?.............' આવા કોઈક આવેશ ઉકળાટ કર્યા હોત તો પછી એક ભવે એમાં દારુણ વિપાકથી ન પતે, એ તો ભવોના ભવો સુધી ખબર લઈ નાખે. પ્ર. - તો મરીચિને શી એવી કઠોરતા આવી, તે ભવોના ભવો નડી ? , ઉ. - મરીચિએ સમ્યગ્દર્શનની વિરાધના કરી,મિથ્યાધર્મ પર સત્યધર્મની બરાબરીનો સિક્કો લગાવ્યો,આજે અજ્ઞાન માણસો કહે છે ને કે'બધા ધર્મ સરખા' ! એમ મિરચિએ કેઈકને દલીલપૂર્વક સમજાવેલું કે ‘ભાઈ ! ધર્મ જોઈ તો હોય તો મારી પાસે નથી, ધર્મ તો ઋષભદેવ ભગવાન અને એમના ત્યાગી મુનિઓ પાસે છે; માટે ત્યાં જાઓ હું તો પતિત છું, ચારિત્રભ્રષ્ટ છું;' આ સમજુતીના હિસાબે પોતાના દિલમાં શુદ્ધ ધર્મ કેટલો યુક્તિસિદ્ધ ઠસ્યો હશે ! એ હવે શિષ્ય કરવાના લોભમાં એ પણ ધર્મ હોવાનું કહે, ત્યારે વિચારો કે હૈયું કેટલું કઠોર બનાવ્યું હશે ? એવા કઠોર ધિન્ના દિલની સમકિત-વિરાધના અને પછી ક્યારે ય એનો પશ્ચાત્તાપ-આલોચના-પ્રાયશ્ચિત નહિ, એ કેમ ભવોના ભવો ખબર ન લઈ નાખે ? દિલની કઠોરતાનું માપ વિરાધનાની ઉગ્રતાનું માપ, માત્ર ધમધમવા ઉપર નથી મપાતું; પણ સંયોગ, પરિસ્થિતિ, ધિઢાઇ, દિલની ગાંઠ, ચિત્ત પરિણામની ચિકણાશ વગેરે વગેરે ઉપર આધાર રાખે છે. એ હોય તો એક ભવે એની શિક્ષા અને પાપાચરણથી ન પતે; એ તો જન્મોજન્મ પાપિષ્ઠ બનાવ્યે રાખે. મૃદુ પણ વિરાધના કેવી નડે છે : ચિલાતીપુત્રને પૂર્વભવે ચારિત્રમાં પતીના સ્નેહથી વિરાધના થઈ, પણ એવી ચિકણી નહિ હોય તે અહીં ચિલાતીપુત્રના એક જ ભવે નડી; પણ એવી નડી કે દાસીના પેટે અવતાર ! આવેશમાં લૂંટારાગીરીનો ધંધો ! અને એજ શેઠની છોકરી ઉઠાવી ભાગતાં, શેઠ અને એના છોકરા પૂંઠે પડયા જોઈ એમની મમત મૂકાવવા છોક૨ીનું ગળું કાપી નાખવા સુધી પહોંચી ગયો ! નરકમાં સિધાવવાનો જ ધંધો ને ? જિનાગમની આરાધનાનો પ્રભાવ : છતાં જુઓ, પૂર્વ જીવનમાં જિનાગમની આરાધના કરી હતી તે કેવી આડે આવીને ઊભી રહી ! કેવો એણે એને એક અધમ દુરાત્મપણામાંથી ઊંચકી ઉત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126