________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન જડબાતોડ જવાબ :
જૈનાચાર્ય હવે એનો જવાબ કરે છે. વાદમાં મધ્યસ્થ-સ્થાને રાજા છે. એમને ઉદ્દેશીને કહે છે, -
(૧) જુઓ રાજન ! આ ભાઈ જૈનમુનિઓ સ્નાન નથી કરતા માટે એમને અપવિત્ર કહે છે. પરંતુ એમને જ કહો કે તમારા જ મહાભારતમાં સ્નાન કેવાં કહ્યાં છે ! એમાં કહ્યું છે કે,
-
અહિંસા સત્યમસ્તેયં, બ્રહ્મચર્ય ચતુર્થકમ્ । પંચમં તુ જલસ્તાનં સ્નાનાન્યેતાનિ પંચધા
અર્થાત્ સ્નાન પાંચ પ્રકારે છે. (૧-૪) અહિંસા એજ સ્નાન, સત્ય એજ સ્નાન, ચોરીત્યાગ એ જ સ્નાન અને બ્રહ્મચર્ય એજ સ્નાન (૫) પાંચમું છે જલસ્તાન. એમ સ્નાન પાંચ પ્રકારે છે. સ્નાન શેને કહે છે ? પવિત્ર કરે તેને ને ? કોને પવિત્ર કરે ? ખોખાને કે આત્માને ? ખોખું ઉજળું થયું પણ આત્મા મેલોદાટ છે, બીજી બાજુ ખોખું મેલું છે, પરંતુ આત્મા ઉજ્જવળ થયો, તો બેમાંથી શું વધુ સારૂં ? આત્મા પવિત્ર બને એ જ ને ? બહારના સ્નાનથી જીવોની હિંસા થાય છે, અને એ આત્માને કર્મથી મેલો કરી દે છે, જ્યારે અહિંસા આત્માને પવિત્ર કરનારી છે. શરીરની શુદ્ધિ કરનારો તો આત્મા જ છે, પરંતુ ખુદ પોતે અશુદ્ધ બનીને જડ કલેવરને ઉજળું કરવામાં કોઈ બુદ્ધિમત્તા નથી. માટે કહ્યું કે પહેલું સ્નાન શ્રેષ્ઠ સ્નાન અહિંસા છે. એવું બીજું સત્યસ્નાન, ત્રીજું અ-ચૌર્ય સ્નાન, ચોથું બ્રહ્મચર્યસ્નાન એ પછી છેલ્લું જળસ્નાન. મહાભારતના આ કથનથી જૈન મુનિઓ તો શ્રેષ્ઠ સ્નાનવાળા કહેવાય, મહાપવિત્ર ગણાય.
જૈનાચાર્યના આ કથન પર રાજા અને સભાને એ વાત હૈયે બરાબર બેસી ગઈ. પુરોહિત પણ જુએ છે, હવે એ શું બોલી શકે ? વેદને જૈનો જ માને છે ઃ
પછી આચાર્ય મહારાજે એના બીજા પ્રશ્નનો નિકાલ કરતાં કહ્યું કે વેદને ખરેખર માનનારા તો જૈન જ છે, કેમકે વેદનું મુખ્ય સૂત્ર છે ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ.’ કોઈપણ સ્થૂલ કે સૂક્ષ્મ જીવની હિંસા નહિ કરવી. હવે વૈદિક ધર્મે ભલે પૃથ્વીકાય અકાય જીવ ન માન્યા, પરંતુ વનસ્પતિજીવ તો માને જ છે. તો એની પણ અહિંસા વેદાનુયાયી ક્યાં પાળે છે ? વનસ્પતિની હિંસા તો કરે જ છે. ત્યારે જૈન મુનિઓ તો એને અડતા પણ નથી, અડવામાંય અંશે હિંસા સમજે છે. તો વેદના આદેશનું પાલન કરનારો એ વેદને માનનારો ગણાય ? કે આદેશનું પાલન નહિ કરનારો એ વેદને માનનારો ગણાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org