________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
જન્મેલો પ્રભુદર્શનમાંથી કેટલો આગળ વધી ગયો ! આર્યદેશમાં જન્મેલા આપણે પ્રભુદર્શન કેટલી હોંશથી કરીએ છીએ ? સુદર્શનની દર્શનઝંખના :
મહાવીર ભગવાન વિચરતા વિચરતા એક નગર બહાર પધાર્યા છે. એમના દર્શને સુદર્શન શ્રાવકને જવું છે, પરંતુ માતાપિતા કહે ‘ભાઈ ! હજી અર્જુનમાલીએ સાત હત્યા પૂરી કર્યાનો ઘંટ નથી વાગ્યો, તેથી ઘરની બહાર નીકળવામાં ભય છે કે એ આકાશમાંથી નીચે ઊતરીને મોગરના ધાથી મારી નાખે !'
ત્યારે સુદર્શન કહે ‘બાપુ ! ફિકર ન કરો, પ્રભુની દયાથી કશો વાંધો નહિ આવે, મારે તો પ્રભુ પધાર્યાનું સાંભળ્યા પછી પ્રભુનાં દર્શન વિના બેસી રહેવાય નહિ, કે બીજું કશું કામ થાય નહિ. આપ મારા માથે હાથ મૂકો, આશીર્વાદ આપો જેથી મારે હેમખેમ દર્શન થાય.’
સુદર્શન કહીને ચાલ્યો, અધરસ્તે સામે ઉપર આકાશમાંથી અર્જુનમાલી મોઘર ઉલાળતો આવતો દેખાયો. સુદર્શનને કોઈ પસ્તાવો નથી કે · હાય ! ક્યાં આ જોખમમાં આવ્યો ?' એ તો વિચારે છે ‘મારે પ્રભુદર્શનની તીવ્ર ભાવના છે, એમાં કદાચ અહીં મૃત્યુ ય થઈ જાય તો ધન્ય મૃત્યુ ! ધન્ય અવતાર !
આ જગતમાં મોત તો ઘણા દેખ્યા, પરંતુ આવું પ્રભુદર્શનની ભાવનામાં મૃત્યુ ક્યારેય નહિ મળ્યું હોય !
નહિતર તો મારા આત્માનો ઉદ્ધાર થઈ ગયો હોત....' આમ વિચારી સુદર્શન ત્યાં સાગાર અનશન કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભો રહી જાય છે; અને ત્યાં ચમત્કાર એવો થયો કે સુદર્શનના ધર્મતેજથી અર્જુનમાળીના શરીરમાં રહેલો દેવ અંજાઈ ગયો, તે ત્યાંથી ભાગી જ ગયો ! ને અર્જુનમાળી ઊંચેથી નીચે જમીન પર પડ્યો. ઊઠીને સુદર્શન પાસે આવ્યો. મહાન શ્રાવક સુદર્શન એને સમજાવીને મહાવીર પરમાત્મા પાસે લઈ ગયો, ત્યાં અર્જુનમાળીએ પ્રભુ પાસે શરણું માગ્યું, ચારિત્ર માગ્યું, ને પ્રભુએ એને ચારિત્ર-દીક્ષા આપી.
સુદર્શનની પ્રભુદર્શનાર્થે આ ઝંખના હતી કે આવા ઘોર હત્યારા અર્જુનમાળીથી પોતાની હત્યા થવાનો ભય ભલે હોય, પણ પ્રભુ પધાર્યા છે તો પહેલું કામ પ્રભુનાં દર્શનનું કરવાનું તે કરવાનું. સુદર્શનની જેમ આપણને કોઈ આફત ન દેખાતી હોય છતાં પહેલું કામ પ્રભુદર્શનનું એમ હૈયામાં નિર્ધાર ખરો ?
શસ્થંભવને પ્રભુદર્શન ઃ
શય્યભવ બ્રાહ્મણ યજ્ઞના સ્તંભ નીચેથી નીકળેલ ભગવાનની પ્રતિમાનું દર્શન કરતાં સ્તબ્ધ થઈ ગયા ! મનને થયું કે ‘અહો વીતરાગ ભગવાનની આ શાંત પ્રશાન્ત મુદ્રા ! આમના પ્રભાવે યજ્ઞસમારંભની ચારે કોર કીર્તિ ફેલાયેલ ? તો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org