________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન પ્રભુનાં સ્વરૂપને જાણવું જ જોઈએ.' આપણે હજારો પ્રભુદર્શન કર્યા, કયે દિવસે ‘આ પ્રભુનું સ્વરૂપ ગુરૂ પાસેથી મારે જાણવું જ જોઈએ' એવું થયેલું ?
વાત આ છે કે દર્શન હોંશથી, અને ભયને બાજુએ રાખી પ્રભુમાં એકમેક-તન્મયતા ઊભી કરીને કરવા જોઈએ. એનાં સુખદ ફળનું પૂછવું જ શું ? તે તે દૃષ્ટાન્તોમાં આપણને ફળ જાણવા મળે છે. દા. ત., શય્યભવને તરત જ ચારિત્ર મળ્યું, અને આઠેક વરસમાં ચૌદ પૂર્વધર યુગપ્રધાન બની ગયા !
* ૩. ચિલાતીપુત્રનો પૂર્વભવઃ
ચિલાતીપુત્રનું નામ સાંભળ્યું છે. ચારણમુનિના મુખેથી ‘વસમ, વિવેગ, સંવર,’ એટલું જ માત્ર જિનવચન મળતાં એનું જબરદસ્ત ઉત્થાન થયું. મનને થશે કે
પ્ર. - એટલા એક જ નાનકડા વચનથી શી રીતે એમ બન્યું ?
ઉ. એની પાછળ પૂર્વ જીવનની જિનવચનની ભરપૂર સાધના હતી. સાધનાની સાથે થોડી વિરાધના થયેલ, તેથી અહીં દાસીના પુત્ર તરીકે જન્મી પછી લૂંટારો થાય છે, પરંતુ સાધના એવી જબરી હતી કે એનો સંસ્કાર વારસો એને અહીં અંતે ક્ષણવા૨માં જબરદસ્ત સાધક બનાવી દે છે ! મૂળ એ પુરોહિત બ્રાહ્મણ પક્કો વેદશાસ્ત્રી; તે જૈન સાધુને ય બકાવે ! એમાં એને સાધુ માથાના મળી ગયા, રાજસભામાં વાદ નક્કી થયો, અને શરત એ કે જે હારે તે જીતનારના મતમાં આવી
જાય.
ww
પુરોહિતના જૈનધર્મ-વિરુદ્ધ પ્રશ્ન ઃ
બસ, પછી વાદ શરૂ થતાં એણે વિધાન કર્યું કે જૈન સાધુ (૧) સ્નાન કરતાં નથી માટે અપવિત્ર છે,
(૨) વેદને માનતા નથી માટે નાસ્તિક છે.
(૩) મહા ઉપકારક સૂર્યની પૂજા નથી કરતા માટે કૃતઘ્ન છે, (૪) જગતકર્તા ઇશ્વરને નથી માનતા તેથી તત્ત્વના અજાણ છે.
પુરોહિત સમજે છે કે ‘આમાં હવે જૈનાચાર્ય શો બચાવ કરી શકવાના હતા ?' એટલે જાણે વિજેતાની અદાથી છાતી મજ્જુ ઊંચું રાખીને બેઠો છે ! પરંતુ એને બિચારાને જૈનાચાર્ય અને સર્વજ્ઞકથિત જૈન ધર્મની તાકાતની ક્યાં ખબર છે ? શેરને માથે સવાશેર હોય, એ મદોન્મત એના મગજમાં શાનું યાદ આવે ? હશે પણ મામાનું ઘર કેટલે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org