________________
ન શ્રી ભગવતીજી સુત્ર વિવેચન હવે અહીં પેલો વૈદિક પુરોહિત શું બોલી શકે? પહેલી સ્નાનની બાબતમાં પાછો પડ્યો; આ બીજા વેદ માનવાની બાબતમાં ય પાછો પડયો.
(૩) ત્રીજી સૂર્યપૂજાની બાબત અંગે પણ જૈનાચાર્યે કહ્યું કે, જૈનો જ સૂર્યના સાચા પૂજારી છે. કારણ કે સૂર્ય જ્યાં અસ્ત પામવાની આફતમાં આવે છે ત્યાં એ ભોજન-પાણી છોડી દે છે તે બીજે દિવસે સૂર્ય પાછો ઉદયસંપત્તિ ન પામે ત્યાં સુધી. સાધુ પુરોહિતને કહે છે “તમે શું કરો છે? એક બાજુ તો મીઠા મીઠાશબ્દોથી સૂર્યની સ્તુતિ કરો છો, અને બીજી બાજુ રાત્રિભોજન એટલે આવો ઉપકારી મહાઉપકારી તરીકે માનેલો અને સ્તુતિ કરાયેલ સૂર્ય અસ્ત પામવાની મહા આફતમાં મૂકાઈ ગયા પછી ઘીકેળાં ઉડાવો છો ! કયાં રહ્યો એનો શોક, અફસોસી? Æય કેટલું ધિટું હોય ત્યારે ઉપકારીના આપત્કાળમાં ભોજનપાણીની મોજ ઉડાવાય? અને વેદે ફરમાવેલ સર્વ જીવોની અહિંસાને અવગણી જ્યાં રાત્રિના કાળે રાત્રિચર જીવાતની ભારોભાર હિંસા થવાનો સંભવ છે એવા રાત્રિભોજનને રોજ ને રોજ સેવાય? આમાં સૂર્યની પૂજા ય ક્યાં રહી? ને વેદની માન્યતા ય શી ધરી ?'
અહીં પણ બિચારો પુરોહિત શું બોલી શકે ? સૂર્યસ્તુતિ નહિ કરતા જૈનોને કૃતજ્ઞતા વિનાના ઠરાવવા નીકળ્યો હતો, પણ પોતે જ સૂર્ય પશ્ચિમસાગરમાં ડૂબી ગયાના કાળે ભોજન-પાણીની મોજ કરતાં ઉપકારીની આફત સામે ધિઢાઈ કરનારો ઠર્યો !
(૪) ચોથી બાબત જગત્કર્તા ઈશ્વરને માનવામાં પંડિતાઈ અને ન માનવામાં અજ્ઞાનતા અંગે મુનિએ કહ્યું કે પરમેશ્વરને જગતના સર્જનારા માનવામાં જ મહા અજ્ઞાનદશા છે.
કેમકે એમાં તો પરમેશ્વર જીવોના હિંસક શસ્ત્રો-સાધનો સર્જવામાં નિર્દય ઠરે છે ! વળી જીવોને ગુન્હા કરતા જ ન અટકાવવામાં અસમર્થ ઠરે છે ! પાછળથી જીવોને ક્રૂર રીતે પીડવામાં કઠોર દિલનો ઠરે છે ! પરમેશ્વર જેવી વ્યક્તિમાં આવી વિકૃતતા માનવી એમાં પંડિતાઈ ક્યાં આવી? ઈશ્વર બધુ સર્જનાર એટલે ધરતીકંપ, હેલી, દુકાળ, વિજળીપાત, આગ-દાવાનળ, સમુદ્રતોફાન, હિમ વગેરે અનેક આફતો સરજનાર પણ માનશો. આમાં ખરું કારણ તો જીવોનાં કર્મ છે, સર્જનહાર કર્મ છે, એના બદલે ઈશ્વરને માથે આ ક્રૂર ઘાતકી સર્જનનો આરોપ મૂકવામાં કઈ વિદ્વત્તા કે બુદ્ધિમતા રહી? પાછો વળી એ ભક્તને ન્યાલ કરી દેનારો અને વિરોધીને દંડી નાખનારો માનવામાં એને રાગ-દ્વેષથી ભર્યોભર્યો માનવો પડે ! એવું માનવું એ બુદ્ધિમતા છે કે મૂર્ખતા? ઈશ્વર તો આદર્શ છે, એ જેવા સ્વરૂપનો નજર સામે રહેશે, અને સ્તવાશે, એવા સ્વરૂપના જ કર્તવ્ય મન પર જામવાના ને ? આમાં રાગ, દ્વેષ, ભૌતિક ગડમથલ વગેરેના આદર્શ કલ્પવા જતાં બુદ્ધિમતા રહી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org