________________
| શ્રી ભગવતીજી સુગવિવેચન ગમારતા? પાછું જગકર્તા માનવા જતાં એ ન જોયું કે પહેલાં તો એનું શરીર જ કોણ બનાવશે ? કંઈ સામગ્રીથી બનાવશે ? અને જો પોતાને શરીર જ નહિ, હાથ નહિ પગ નહિ, મોં નહિ, તો બીજું સર્જન કેવી રીતે કરી શકે? ઉપદેશ કેવી રીતે આપી શકે ? વળી જો એ સર્જન (૧) ક્રીડા-લીલા તરીકે કરે તો બાળક જેવો બન્યો ! (૨) કૃપાથી કરે તો બધાને સુખી અને સુખનાં જ સાધન સર્જવા જોઈએ ! (૩) જીવોના કર્મ પ્રમાણે સર્જન કરે તો જીવોને સુખ-દુઃખ આપવામાં પોતાની સ્વતંત્રતા ન રહી, કર્મની પરાધીનતા રહી ! આવી બધી આપત્તિવાળી જગકર્તૃત્વની કલ્પના કરવામાં શું વિદ્વત્તા? કે અજ્ઞાનદશા? પંડિતાઈ તો જૈનોની છે કે જે પરમેશ્વરને આવી વિટંબણામાં ન જોડતાં એવો વિકૃત ન કલ્પતાં, અનંતગુણસંપન્ન અને યથાર્થ મોક્ષમાર્ગોપદેશક માને છે.
અહીં પણ પુરોહિત હવે શું બોલી શકે ? જૈનોને અપવિત્ર, નાસ્તિક, કૃતજ્ઞતાહીન અને અજ્ઞાન કહેવા જતાં પોતેજ એવો ઠર્યો! અને ઊલટું જૈનો તો અહિંસાદિ સાચાં સ્નાન કરવાથી પવિત્ર, વેદોક્ત મા હિંસ્યાનું પાલન કરવાથી સાચા આસ્તિક, સૂર્યાસ્ત કાળે ભોજનત્યાગવાળા હોઈ સાચા સૂર્યપૂજક, અને સાચા આદર્શભૂત ઇશ્વરને માનવાથી બુદ્ધિમાન સાબિત થયા.
બસ. રાજા અને સભા બધા જ મુનિના પ્રતિપાદનથી પ્રભાવિત થઈ ગયા, અને પુરોહિત ભોંઠો પડી ગયો. એની હાર જાહેર થઈ ગઈ. હવે કેમ? તો કે શરત મુજબ સાધુદીક્ષા લઈ મુનિના શિષ્ય બનવું પડ્યું. પણ પછી તો ચારિત્ર અને જૈન આગમ શાસ્ત્રના પરિચય વધતો ચાલ્યો. એમાં વિશેષ વિશેષ પ્રકાશ થતો ગયો. ત્યાગ અને તપ, અહિંસા અને સત્ય, વગેરેની આરાધના વધતી ચાલી. એમાં એવું એક સામર્થ્ય ઊભું થઈ ગયું કે જે ભવાંતરે પાછું પ્રગટ થઈ જતાં ઘોર ઉપસર્ગ-પરીસહ ભારે સમતાથી સહી લેવાનું સુલભ બની ગયું. પૂર્વ જીવનમાં જો એવું સામર્થ્ય ઊભું ન કર્યું હોત તો અહીં ચિલાતીપુત્રના ભવમાં એકાએક એ ક્યાંથી આવત? એમ જિનાગમની પૂર્વે એટલી રટણા ન હોત તો અહીં ઉપશમ, વિવેક, સંવર” એટલા ત્રણ જ શબ્દના જિનવચન પર તન્મય અને એને અમલી કરનારા શું બનત?
આ ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે. આ જીવનમાં (૧) અવસરે અવસરે કષ્ટ-આપત્તિ-પ્રતિકૂળતામાં સમતા-શાંતિ જાળવવાનું સત્ત્વ સામર્થ્ય કેળવ્ય જઈએ તો એ સત્વ-સામર્થ્યના સુસંસ્કાર ભવાંતરે અતિશય ઉપયોગી થાય, અને (૨) જિનાગમનો ખૂબ ખૂબ .પરિચય-પરિશીલન રાખ્યા હોય તો ભવાંતરે એ થોડુંય મળે તો પણ એના પર તન્મય થઈ એને અમલમાં ઉતારવાનું બની આવે. એથી ઊલટું અસંયમ અને શાસ્ત્રજ્ઞાનની બેપરવાઈ તો માનવભવની ઉત્તમતાને કચરી નાખનારી બને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org