________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ખત્મ કરું' એવા દુષ્ટ વિચારથી એક બાજુ મેં ચાર મારાઓને ખાનગીમાં તૈયાર કર્યા, અને રાતના પૂજાપો લઈને દેવીમંદિરે જતો હોય એને ખત્મ કરવાનું ભળાવ્યું, અને બીજી બાજુ નરસિંહને કહ્યું ‘આપણે ત્યાં લગ્ન પછી દેવીમાતાને રાતના પૂજાપો ધરી આવવાનો રિવાજ છે તો તમારે ધરી આવવાનો.’
નરસિંહકુમાર પૂજાપો લઈ નીકળ્યા હશે, પણ મારા પુત્રે પૂજાપો લઈ જવાનું કર્યું હશે, એમાં એ બિચારો મારાઓથી મારી નખાયો !
‘‘આ મારા જીવનની કાળી કથની છે. હું મહાપાપી છું અધમાધમ છું. મારા જેવો જગતમાં કોઈ દુષ્ટ માણસ નહિ હોય. લાખ વાનાં કર્યા. પરંતુ નરસિંહકુમારના પ્રબળ પુણ્ય આગળ મારા પાસા અવળા પડ્યા.
‘‘હવે હું નરસિંહકુમારની ક્ષમા માગું છું, ને રાજ્યગાદી એમને સુપરત કરું છું. મારી તમો સૌને સલાહ છે કે ભગવદ્-ભજન માટે મળેલા આ કિંમતી માનવદેહને પાપિષ્ઠ કાર્યો, પાપિષ્ઠ વાણી-વિચારો અને પાપિષ્ઠ વર્તાવોથી અભડાવશો નહિ.’’
રાજાએ નરસિંહકુમારનો રાજ્યાભિષેક કર્યો. એટલામાં જાણવા મળ્યું કે જ્ઞાની મહાત્મા પધાર્યા છે, એટલે રાજા અને બીજાઓ મહાત્મા પાસે ગયા. ત્યાં રાજાએ પૂછ્યું કે ‘ નરસિંહકુમારનું એટલું બધું પુણ્ય શાથી?' મહાત્માએ જ્ઞાનથી જોઈને કહ્યું કે પૂર્વભવે એણે ભિખારીપણે વીતરાગ પ્રભુનાં દર્શન ખૂબ કરેલાં એથી પ્રબળ પુણ્ય ઊભાં થયાં, તે અહીં આ જનમમાં એના ગુંડા ફળ પામી રહ્યો છે.
જ્ઞાનીનો ઉપદેશ :
‘જીવનમાં ધર્મ જ સાર છે, બાકી બધું અસાર છે, માલ વિનાનું છે. અસારને છોડી સારભૂત ધર્મને સેવે એ સુખી થાય છે. અહીં આ ઉત્તમ જનમમાં સુખ-સગવડો મળી એ પૂર્વે સારભૂત ધર્મ આરાધ્યાનું ફળ છે; માટે અહીં પણ સારભૂત ધર્મને સારી રીતે આરાધી લો. સારભૂત ધર્મ પણ જો સર્વ પાપત્યાગ સાથે થાય, અર્થાત્
સર્વ વિરતિમય અહિંસા-સંયમ-તપ ધર્મની આરાધના કરાય તો, એની એટલી બધી પ્રચંડ તાકાત છે કે એ માત્ર આ જનમના જ શું, જનમ-જનમનાં પાપ તોડી
નાખે !
અરે ! એમાંય સામાન્ય પાપો તો શું, પણ ભયંકર પાપોને ય નષ્ટ કરી દે ! એટલે તો એક વખતના ભયંકર પાપી પણ આત્માઓ અહિંસા- સંયમ-તપથી કર્મ માત્રનો ક્ષય કરી મોક્ષ પામી ગયા છે. નરસિંહને આ જન્મમાં ભારે આફતો અને એમાંથી ગજબના બચાવ તેમજ સરવાળે રાજ્યગાદીના વૈભવ મળે છે, એ બધાના મૂળમાં શું છે ? કહો, પૂર્વભવમાં ભિખારી અવસ્થામાં પણ જિનમંદિરોમાં કરેલ પ્રભુદર્શનનો ધર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org