________________
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન માટે હું દુનિયા આગળ ખુલ્લો થઈ જાઉં પછી ભલે કદાચ દુનિયા મારી નીચતા જાણી ગુસ્સે થઈને મને કૂટી મારે ! તો પણ મેં જે ઘોર પાપ કર્યા છે, તેનાં નરકનાં ફળ આગળ અહીંનું કૂટાવાનું કાંઈ વિસાતમાં નથી. મારું આ મહાપાપી નાલાયક શરીર લૂટાવા લાયક જ છે.
રાજા સંતાપ-પશ્ચાતાપમાં એવો ચડ્યો, એવો ચડ્યો, કે સ્વમાન યાને જાતની વડાઈ અને અહંત પર ચોકડી મારે છે. નહિતર જાતના આવા પાપોનો લોકો આગળ ઇકરાર કરવો સહેલો છે? પરંતુ પોતાના પાપોનો પશ્ચાતાપ એટલો બધો તીવ્ર છે કે પોતાની જાત અધમાધમ લાગે છે, જાતનું કશું માન જ લાગતું નથી, એટલે પાપોના ઇકરારમાં માનહાનિ શી માનવી? એને જાતે જ વડાઈ-અહત્વ તોડી નાખવા છે, અને પોતાના દાખલાથી જગતના જીવો પાપ કરતાં અટકે એવું કરવું છે, એ માટે ત્યાં લોકોની આગળ ઇકરાર કરે છે, રાજાનો પાપોનો ઇકરાર
હે મંત્રીઓ ! અમલદારો ! અને પ્રજાજનો ! તમે સાંભળો આ નિર્દોષ રાજકુમાર બિચારો શી રીતે આ કરપીણ હત્યાનો ભોગ બન્યો એની તમને ખબર નથી, પરંતુ જાણી લો, એની હત્યામાં હું મહાપાપી જ કારણ છું. તમને લાગશે કે “શું આ દીકરો મને ગમતો નહોતો તે મેં એની હત્યા કરાવી નાખી?” ના, ના, એવું કશું નથી. કુમાર તો મને બહુ જ વહાલો હતો, પરંતુ મેં પાપાત્માએ આ મહામાનવ નરસિંહકુમારને મરાવી નાખવા પેંતરો રચેલો, એમાં એ તો એના પુણ્ય બચી ગયો, ને નિર્દોષ બિચારો રાજકુમાર એ પેતરામાં ફસાઈ ગયો!
ત્યારે તમને આશ્ચર્ય થશે કે આવા મહાલાયક મહામાનવ નરસિંહકુમારને મારી નાખવાનો પેંતરો ? હા, એનું કારણ મૂળ આ નરસિહ ગરીબ બ્રાહ્મણનો દીકરો, બાળપણે એને એનો બાપ મારા પગે પાડવા લાવેલો, ને રાજજ્યોતિષીએ એની મુદ્રા-રેખા જોઈ મને કહ્યું કે “આ તમારી ગાદીએ રાજા થશે,' ત્યારે એ બહારથી તો આનંદ દેખાડ્યો પરંતુ અંતરથી દુભાયો કે “હું શું આવો માગણિયાનો છોકરો મારો વારસદાર ? એને અત્યારથી જ ઠેકાણે પાડી દઉં.'- એમ વિચારી એને ખાનગીમાં મારાને ભળાવ્યો, મારો મારા જેમ અધમ પાપી નહિ તે એને વળી દયા આવી હશે તે એને ઉદ્યાનમાં મૂકી આવેલો,
એટલે આ નરસિંહ હવે માલણનો છોકરો થઈ ઉછરવા લાગ્યો. પાંચેક વરસનો થયો ત્યારે એને લઈને માલણ ફૂલ આપવા આવી, ત્યાં પણ પાસે બેઠેલા રાજજોષીએ આ જ ભવિષ્યવાણી ઉચ્ચારી કે આ છોકરો ભાગ્યશાળી છે તમારી રાજયગાદીએ આવશે. એટલે મને વહેમ પડ્યો કે “આ પેલું બાળક તો નહિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org