________________
શ્રી ભગવતીજી સૂત્રવિવેચન
નરસિંહે જિનદર્શનનાં પવિત્ર ભાવે સુકૃત એવા અદ્ભુત કરેલાં છે કે એમાં કેઇ જાતના સુખના બીજ પડેલા હશે કે અહીં એનામાં વિપરીત સંયોગોમાં અથાગ સુખના પ્રકાર ઊભા થાય છે. આવા એકમાત્ર જિનદર્શનનાં જબરદસ્ત સુકૃતની સામે રાજા ફાંફા મારે એનું શું વળે ? એણે તાકડો તો એવો ગોઠવ્યો કે નરસિંહ પાસે જો પુણ્યબળ ન હોય, પૂર્વભવની જિનદર્શનની પ્રચંડ સાધનાનું બળ ન હોય, તો તો એનો ઘડો લાડવો જ થઇ જાય. પરંતુ જુઓ એને કેવી રીતે બચાવ મળે છે.
34
નરસિંહ પોતે રાજાને માનનીય ડિલ તરીકે માને છે, ને હવે પાછા પોતાના સસરા બન્યા છે, તેથી રાજાના હુકમ પ્રમાણે કરવામાં એને કશો બીજો વિચાર કરવો નથી. એટલે રાતના નવ વાગતાં પૂજાપાની થાળી લઈને નીકળે છે.
બોલો, હવે આમાં નરસિંહને બચવાની આશા છે ? ના, કેમકે હવે એ નગરની બહાર નીકળે એટલી જ વાર છે, ઝાડીઓમાં છુપાઇ બેઠેલા ચાર મારા અંધારી રાતે એના પર તૂટી પડવાના છે, તેમજ નરસિંહ નિશ્ચિતપણે દેવી પૂજાર્થે મુકામેથી નીકળી પડ્યો છે. મારાઓ નિર્દય છે, અને ચિત્રિના ચાકર છે, ને એમને રાજાનો હુકમ છે કે ‘આ સમયે જે પૂજાપો લઇને મંદિર તરફ જતો હોય એને ઠોકી પાડજો,’ એટલે એમને એ જોવાનું રહેતું નથી કે આ કોણ વ્યક્તિ છે. આમ મારા તરફથી દયા મળે એવી નથી, તેમજ રાજા તરફથી પણ દયા નહિ કે એને પાછળી વિચાર ફરે ને મારાઓને પાછા બોલાવી લે, અગર નરસિંહ ૫૨ દયા આવવાથી એને પૂજાપો લઇ ધરવા જવાની ના પાડે. આમ રાજા તરફથી દયા મળે એવી નથી, ત્યાં નરસિંહને બચાવનાર કોણ ?
આપણી સામે બે ચીજ છે, - એક, સંયોગો; બીજું આપણાં શુભાશુભ કર્મ. આપણે માત્ર સંયોગો પર મદાર રાખીએ છીએ, ને એમાં ધાર્યું થતું નથી એટલે કષાયો ને દુર્ધ્યાન કરીએ છીએ;
પરંતુ આપણા શુભાશુભ કર્મ તરફ નજર જ લઇ જતા નથી, એના પર વિશ્વાસ નથી કરતા. દા.ત. આજે કારમી મોંઘવારી આવી, તો સંયોગો જોઇશું કે ‘આજ સરકાર કેવી થઇ ગઇ છે ? પ્રધાનો અમલદારો કેવા લાંચિયા થઇ ગયા છે ? લાંચ ખાઇ ખાઇને માલના ભાવ વધારાને સરજે છે.’ આ જોઇને કષાયો અને દુર્ધ્યાનમાં દુબળા પડીએ છીએ. પણ આ શું જોયું ? માત્ર સંયોગો જોયા. ખરી રીતે ત્યાં જો આપણા અશુભ કર્મ પર નજર નાખીએ તો દેખાય કે ‘ આપણા પુણ્ય જ દુબળા, અને પાપના એવા ઉદય કે એનું આ જ પરિમામ હોય. પૂર્વ ભવે ઊંધુ ચીતર્યું હોય, ઊંધા વેતરણ કર્યા હોય, એટલે અહીં સારું ક્યાંથી પામવાનું મળે ? માટે કર્મને દોષ આપી સંયોગોને દોષ આપવાની જરૂર નથી, એમાં એથી પણ આગળ વિચારી શકાય કે પૂર્વ ભવે ભગવાનની ભક્તિમાં ને ત્યાગ-તપસ્યાદિ ધર્મમાં ખામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org