________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
રાખેલી, તેથી પુણ્યોપાર્જનમાં ખામી રહી, એટલે અહીં કાળઝાળ મોંઘવારી ને વસ્તુની અછત વગેરે કેટલીય આપદાઓ આવી પડે છે. માટે હવે અહીં ભગવાનની ભક્તિ વધારું ત્યાગ તપસ્યા આદિ ધર્મ વધારું.'' આમ સંયોગો પર મદાર રાખવાને બદલે શુભાશુભ કર્મ પર મદાર રાખીએ, તો ખોટા દ્વેષ ન થાય, આર્તધ્યાન ન થાય, કર્મસત્તાને આગળ કરવાથી આશ્વાસન મળે, તેમજ હવે માટે અરિહંત-ભક્તિ અને ધર્મ સૂઝે.
આર્ય માનવ-જીવન જીવવાની આ જ ખૂબી છે કે સંયોગોને બદલે શુભાશુભ કર્મનો વિચાર મુખ્ય રહે. તેમજ ધર્મપ્રવૃત્તિ વધારવા પર નજર રહે.
નરસિંહના પૂર્વ જન્મની દર્શનધર્મ-પ્રવૃત્તિ ગંભીરતાથી વિચારી એવા
દર્શનધર્મમાં લાગો.
નરસિંહે પૂર્વભવે જિનદર્શનનો ધર્મ એવો શુદ્ધ રીતે અને ખૂબજ હોંશ સાથે કર્યો છે, કે અહીં એને સંયોગ ગમે તેવા પ્રતિકૂળ આવે પણ એને પૂર્વધર્મના સ૨હેલા પુણ્ય અર્થાત્ શુભકર્મ આબાદ રક્ષણ આપી દે છે; ને ઉપરાંત ઉચ્ચ ઉચ્ચતર સ્થાન સામગ્રી આપી દે છે. જુઓ, નરસિંહ અંધારી રીતે સહજ રીતે કેવા જબ્બર રક્ષણને પામે છે. એ જ્યાં રસ્તેથી ચાલ્યો જાય છે, ત્યારે રાજકુમાર પોતાના આવાસના ઝરુખે બેઠો છે. એ નરસિંહકુમારને જતો જોઇ તરત ઊભો રાખી પોતાના આવાસમાં બોલાવી લઈ પૂછે છે,
‘અત્યારે અંધારી રાતે ક્યાં ચાલ્યા ?
નરસિંહ કહે ‘બાપુજીનો આદેશ છે કે લગ્ન પછી તરત દેવી માતાને રાતના દસ વાગે પૂજાપો ધરી આવવો જોઇએ. આપણા કુળમાં રિવાજ છે.
"
રાજકુમાર વિસ્મય સાથે વિચારે છે કે ‘આ વળી રિવાજ ક્યાંથી આવ્યો ? ખેર, પિતાજીનો હુક્મ છે તો પાળવો જોઇએ પરંતુ એ માટે આવા નબીરા મહાન સૌભાગ્યવંતા નરસિંહકુમારને ધક્કો ખાવાની શી જરૂર ? એ તો હું પણ પૂજાપો ધરી આવું તો ચાલે.’
રાજકુમારને નરસિંહ સાથે દોસ્તી તો ગાઢ થયેલી જ હતી, એમાં એણે નરસિંહનો જે મુલાયમ ઉમદા સ્વભાવ જોયો છે, યુદ્ધમાં જે પરાક્રમ જોયું છે. એ બધાથી એને નરસિંહ તરફ એટલું બધું આકર્ષણ છે, નરસિંહકુમાર ઉપર એટલું ભારોભાર બહુમાન છે, કે એ વગર કહ્યે પોતે સામેથી પૂજાપો લઇ જવાની માગણી કરે છે. નરસિંહ આવી મામુલી વાતનું કષ્ટ ઉઠાવે એ એને પસંદ નથી.
ગુરુ પર ને મહાન ઉપકારી પર આપણને એવું ઊછળતું બહુમાન હોય તો અવસરે અવસરે એમનાં કષ્ટ આપણે ઉપાડી લઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org