________________
શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
૧.
ત્યાગ કરી સુધર્મા ગણધર ભગવાન પાસે ચારિત્ર લઇ લીધું ! આ સારી જીવની પર પરભવે વિકાસનો દાખલો.
ત્યારે નરસી જીવની પર વિકાસના દાખલામાં મરીચિ મહા વૈરાગ્યથી ચારિત્ર પામ્યા છતાં ભ્રષ્ટ થઇ એણે સંન્યાસીની જીવની સ્વીકારી, અને એમાં વળી ઉત્સૂત્રભાષણ કર્યું, તો પછી નરસાપણામાં વિકાસ કેવો થયો કે ભવે ભવે એને મિથ્યાકુળમાં જન્મ તથા સંન્યાસીપણું મળતા ગયા.
અહીં રાજાને ક્યાં આ જોવું છે કે ‘હું જે આ ક્રૂર માયાની જીવની જીવી રહ્યો છું એના પરભવે વિકાસ કેવો થશે ? અને અજ્ઞાનતાના અનાર્ય યા તિર્યંચ જેવા અવતારોમાં એ માયા ક્રૂરતાના વિકાસ થવા પર કેવા ભયંકર પાપાચરણ ? ને ત્યાં એનાથી પાછું કોણ વાળવાનું ?
નરસિંહ યુદ્ધમાં જીતે છે :
રાજાએ તો નરસિંહ યુદ્ધમાં મરે એ હેતુથી એને યુદ્ધ કરવા મોકલેલો, પરંતુ આ નરસિંહ કોણ છે ? પૂર્વ ભવે જિનેશ્વર ભગવાનોનાં ખૂબ હોંશથી ખૂબ જ ખૂબ દર્શનો કરનારો, ને એને એવા અથાગ પુણ્ય ઊભા થયા છે કે યુદ્ધમાં મરવાની વાત શી ? નરસિંહે ઊલટું, દુશ્મન રાજાને પરાસ્ત કરી દીધો ! અને પોતે વિજય મેળવ્યો. રાજકુમાર અને એની બેન નરસિંહનું પરાક્રમ અને વિજય જોઇને બહુ ચકિત અને રાજી રાજી થઇ ગયા. દુશ્મન રાજા પગમાં પડી ગયો, અને માફી માગીને એમને પોતાની રાજધાનીમાં સત્કાર સન્માન સાથે લઈ જાય છે.
રાજાના પેટમાં તેલ રેડાય છે ઃ
પરંતુ જે આ વિજયના પ્રસંગથી રાજકુમાર અને બીજાઓ રાજી રાજી થઇ ગયા છે, એ જ વિજયના સમાચાર રાજકુમારના બાપ રાજાને પહોંચે છે, ત્યારે એના પેટમાં તેલ રેડાય છે. એને એમ થાય છે કે ‘હાય ! આ હું નરસિંહનું કાટલું કાઢવા માગતો હતો ત્યાં ઊલટું એ યુદ્ધ જીતી ગયો ? અને એનો યશ વધી ગયો ? હવે તો મારે એને સીધો ઉપાય લઇ ઝટપટ ખત્મ કરવો જોઇએ, નહિતર કોને ખબર કાલે એ મારું યા રાજકુમારનું શું ય કરી નાખે ? એટલે હવે રાજકુમાર દ્વારા સીધું એને ઝેર જ અપાવી દઉં, એમ કરી એણે રાજકુમાર પર ખાનગી ચિઠ્ઠિ લખી લખ્યું કે ‘નરસિંહને તરત જ વિષ આપી દે જે.’ પોતાના ખાસ વિશ્વાસુ માણસને ચિહ્નિ પેક કવરમાં આપી ભલામણ કરી કે ‘આ કવર લઇ જા, અને રાજકુમારને ખાનગીમાં આપજે અને કાનમાં કહેજે પિતાજીએ આ કામ તાબડતોબ પતાવવા કહ્યું છે.' જુઓ નહસિંહ જીત્યો, રાજાની ધારણા ધૂળમાં મળી, છતાં રાજાને સદ્બુદ્ધિ ન આવી. કહેવત તો કહે છે ‘ વાર્યો ન રહે, પણ હાર્યો રહે' કિન્તુ અહીં તો ‘હાર્યો જુગારી બમણું રમે' જેવો ઘાટ થાય છે. શ્રીપાળકુમાર સામે પ્રપંચ ખેલનારા ધવળશેઠને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org