________________
| શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન “પ્રભુ ! ધન્ય તમારી પરમ આદેયતાને કે માણસ અને દેવ તો શું, પરંતુ તિર્યંચો પણ આપના વચનને ગદગદ દિલે ને આનંદભર્યા હૃદયે ઝીલે છે! કેવીક આદેયતા!'
એમ દર્ભાગ્ય નડતું હોય, બીજાને આપણા પગલાં ન ગમે, આપણી હાજરી ન ગમતી હોય, તો આપણે વીતરાગની ખૂબ ભક્તિ કરવાની; તે એમ સમજીને કે “મારા પ્રભુ પરમ સોભાગી છે.”
નરસિંહ લશ્કર લઇને જવા તૈયાર થાય છે ત્યારે રાજકુમાર એની સાથેની ગાઢ દોસ્તીના કારણે સાથે જવા તૈયાર થાય છે. બાપ એને ખાનગીમાં કહે છે “જોજે જાય છે તો ખરો, પરંતુ યુદ્ધમાં મોખરે થઇશ ના. એ કામ તો હોશિયાર ને જંગબહાદુરનું છે, એ માટે નરસિંહ જ યોગ્ય છે.”
રાજકુમારને પિતાના પાપી દિલની શી ખબર? એ તો સીધે સીધો માણસ, તે માની લે છે કે પિતાજીની વાત બરાબર છે. હું જો યુદ્ધમાં આગળ થાઉં ને હાર થાય તો? એટલે એ રીતની સમજ રાખી રાજકુમાર જવા તૈયાર થયો. રાજકુમારની સાથે યુદ્ધની મજા જોવા એની બેન પણ તૈયાર થઈ ગઈ. રાજા બધાને આનંદથી વિદાય આપે છે. બોલો, “રાજાની આ ભેદી ચાલમાં નરસિંહને ફસાવાનું થાય કે નહિ? એમાં વળી નરસિંહ નવો છે, એને યુદ્ધનો અનુભવ નથી, તેમ સામો રાજા બળવાન છે, તો નરસિંહને શું નિશ્ચિતપણે વિજય મળશે ? અને મળે તો કોના પ્રતાપે ?' આના પર જે તે વિચાર કરતા પહેલાં જરાક આગળ હકીકત જુઓ. અલબત્ત અહીં એક વસ્તુ વિચારણીય છે કે “નરસિંહ મૂળ બ્રાહ્મણનો દીકરો અને પછીથી વાણિયાના દીકરા તરીકે ઉછેર પામેલો, એ ખૂનખાર યુદ્ધમાં શસ્ત્ર ચલાવવા, સામેથી આવેલા શસ્ત્રોને નિષ્ફળ કરવા, વગેરેની હિંમત અને હોશિયારી દાખવવા શી રીતે તૈયાર થયો હશે? પરંતુ આમાં બહુ વિચાર કરવા જેવું રહેતું નથી, કેમકે
સામાન્ય રીતે પૂર્વ ભવની જીવની ઉપર પછીના ભવમાં વિકાસ પ્રાપ્ત થાય છે, સારા પર સારો, નરસા પર નરસો.
જંબૂકુમારનો જીવ પૂર્વ ભવે ભવદેવમુનિ, પહેલાં ચળવિચળ થયેલા, પણ પછીથી સાંસારિક નવી પરણેલી પતી શ્રાવિકાએ એમને ચારિત્રમાં સારા સ્થિર કર્યા, તો પછી એમણે સાધુપણામાં જ રહી એવી જોરદાર ત્યાગ-તપોમય જીવની બનાવી કે એના વિકાસમાં પછીના જન્મ રાજપુત્ર-શિવકુમારના ભાવમાં ઉત્કટ વૈરાગ્ય જાગ્યો ! ને પિતા રાજા ચારિત્રની રજા નથી આપતા તો એ માટે ૧૨-૧૨ વરસ સુધી છ૪ને પારણે આંબેલ કરતા રહ્યા ! વળી એવી જીવની પર પછીના જંબૂકુમારના ભવમાં વિકાસ એવો પામ્યા કે ૧૬ વરસની ઉંમરમાં જ ૯૯ ક્રોડ સોનૈયાની સંપત્તિ, અને અસરા સમી નવી પરણેલી આઠ પતીઓ, તથા વહાલસોયા માતા પિતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org