________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
કોઇ ને કોઇ બન્યા જ કરવાના. પરંતુ જીવ કેટલો બધો મૂર્ખ કે એના પર મન બગાડી આર્ત-રૌદ્રધ્યાન કરી કેટલીય રકમના ભયંકર પાપ બાંધે છે !
તંદુલિયો મચ્છ રૌદ્રધ્યાન કરી મરીને નરકે જાય છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનમાં ચડેલા તે એમણે નીચે નીચે સાતમી નરક સુધીનાં પાપ બાંધેલ ! એ તો સારું થયું કે પોતાના સાધુપણાનો ખ્યાલ આવી ગયો, દુષ્કૃતગહ પશ્ચાતાપમાં ચડ્યા, જોરદાર ધર્મધ્યાન લગાવ્યું, એમાં એ બધાં પાપો ધોઇ ચારેય ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી ગયા. નહિતર મહાવીર ભગવાને શ્રેણિકને કહેલું કે ‘હમણાં મરે તો સાતમી નરકે જાય !'
he
આ બતાવે છે કે જીવનમાં ગમે તેવા ને ગમે તેટલાં પાપ આચર્યા હોય, પરંતુ આ જીવનમાં જો પાપથી પાછા વળી જવાની તૈયારી હોય, અને પાપનાં પ્રાયશ્ચિત કરો તો બચાવ મોટો મળી જાય છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવે મરુભૂતિ મહાન શ્રાવક, તે ભાઇ કમઠતાપાસને ખમાવવા ગયેલ પણ પેલાએ માથા પર શિલા ઠોકી ! મરુભૂતિને માથું ફાટતાં આર્તધ્યાન થયું, તો મરીને હાથી તરીકે તિર્યંચનો અવતાર પામ્યો ! જો મરુભૂતિ રૌદ્રધ્યાનમાં ચડ્યા હોત તો નરકમાં જાત. પેલો રાજા નરસિંહને મારી નાખવાના રૌદ્રધ્યાનમાં ચડ્યો છે. દાવ નિષ્ફળ ગયો તોય નરસિંહનું મોત ન થયું એનો પસ્તાવો કરે છે.
આ સંસારની લીલા છે કે પાપ ન કરી શકાયું એનો ય સંતાપ કરાવે !
હવે જ્યારે નરસિંહકુમાર વગેરે પાછા આવે છે ત્યારે રાજા એમનું સ્વાગત કરાવે છે. મહેલમાં આવી નરસિંહ અને વિષા રાજાના પગમાં પડે છે, ત્યારે રાજા માથે હાથ મૂકી ‘ દીર્ઘાયુર્ભવ !' આશીર્વાદ આપે છે, અને નરસિંહના પરાક્રમના ભારોભાર વખાણ કરે છે. કહે છે,
જો તારા પિતાજી તારા માટે કન્યાની ચિંતા કરતા હતા ત્યારે મેં એમને આશ્વાસન આપેલું કે ચિંતા ન કરશો. મોકો આવશે તો રાજકન્યા પરણાવીશ.' એ બરાબર સાચું થયું ને ? પણ એમાં પ્રભાવ તારી લાયકી અને તારા પરાક્રમનો છે.’ નરસિંહ શું બોલે ? કહે છે ‘માફ કરો, આ બધો પ્રભાવ આપનો છે.' રાજા કહે ‘એ તો ઉત્તમ માણસો એમ જ બોલે.’
છે ને રાજાનું માયાવીપણું ? મનમાં નરસિંહનો તરત ફેંસલો કરી નાખવાની ગણતરી છે. તેથી હવે નવો દાવ અજમાવે છે. એમાં એને પોતાની છોકરીને રંડાપો આવે એની ય એને પરવા નથી, અને બોલ કેવા સફાઇના બોલે છે ! આવા પ્રપંચી માણસોને સામાના પુણ્યબળની ખબર નથી હોતી કે ‘પુણ્ય શું કામ કરે છે ?’ ને ખોટા સાહસ કરે છે.
આજે તમારો જ દાખલો વિચારોને કે તમારા પોતાના પુણ્યના બળનો વિચાર કર્યા વિના તમે ય કેટલા ખોટા સાહસ કરો છો ? કેટલા અનુચિત બોલ બોલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org