________________
શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન
રૂપાળું ને હસુતં ખીલતું છે. એને જોઇને એને દયા આવી ગઈ કે હાય ! આવા સોભાગી બાળકને કૂવામાં કેમ નખાય ? પણ રાજાને જવાબ દેવો પડશે તેથી એણે બાળકને બગીચામાં એક ઝાડ નીચે મૂકી દીધું અને પોતે પાછો ફરીને રાજાજીને કહ્યું ‘સાહેબ ! કામ પતાવી દીધું.' રાજાએ ખુશી થઇ એને ઇનામ આપ્યું.
અહીં બગીચામાં કોઇ જનાવર આવીને બાળકને નુકસાન ન કરે ? પણ કહે છે ને કે ‘જેને રામ રાખે તેને કોણ ચાખે ?' બાળકના હોંશે હોંશે કરેલા પ્રભુદર્શનના ધર્મે પુણ્ય ઊભા કર્યા છે કે અહીં જીવની પોતાની કોઇ હોશિયારી કે મહેનત વિના જ પુણ્ય એની રક્ષાનું સાધન ઊભું કરી દે છે. એના પુણ્યે બન્યું એવું કે બગીચાનો માળી ફરવા નીકળેલો, ને એણે આ બાળકને જોયું. રૂપાળા રમકડા જેવા બાળકને જોઇ ખુશી ખુશી થઇ ગયો. વહાલથી એને ઉઠાવી લઇ આવ્યો પતી માલણ પાસે, ને કહે છે, –લ્યો આ તારે નવ નવ મહિના ગર્ભ સાચવવાની પીડા વિના ભગવાને આ તૈયાર બાળક આપી દીધું છે,' માલણ પણ રૂપાળા બાળકને જોઇ રાજીની રેડ થઇ ગઇ. ઝટ એને લઇને છાતી સરસો ચાંપી એને બચ્ચીઓ ભરી લે છે. છાતીએ લગાડીને પાસે સુવાડે છે, સવાર પડતાં રાજાને ત્યાં બ્રાહ્મણની રાડ આવી મહારાજા ! મારા બાળકનો પત્તો નથી.
રાજા ઢોંગ ધતુરાથી કહે છે હૈં ? હેં ? શી વાત કરે છે ? આવું સારું બાળક ગુમ ? જા જરા આજુબાજુમાં તપાસ કર, અને હું પણ તપાસ કરાવું છું ! સિપાઇને બોલાવી કહે છે એય ! નગરમાં તપાસ કરો આનું બાળક ક્યાં છે ?
બસ, નગરમાં તપાસ ચાલી, પણ બાળક મળ્યું નહિ, ક્યાંથી મળે ? નગર બહાર દૂર બગીચામાં માળીના ઘરમાં હોય, તે નગરમાં ક્યાંથી મળે ? બાળકનું પુણ્ય ઉપરાંત માળીનું પુણ્ય એવું છે કે કોઇ સિપાઇને અહીં તપાસ કરવાનું સૂઝ્યું જ નહિ, વાત પતી ગઇ.
બાળક માલણના ભારે વહાલ સાથે ઊછેર પામી રહ્યું છે. પાંચેક વરસનો થયો હશે ત્યારે એક દિવસ માલણ એને સાથે લઇને રાજાને ફૂલનો કરંડિયો આપવા ગઇ, કર્મ અને ભવિતવ્યતા કેવીક અજબ-ગજબ ઘટનાઓ સરજે છે ! માલણ બાળકને રાજાના પગે લગાડે છે. ત્યાં રાજાની પાસે બેઠેલા પેલા રાજજોષીનું માથું હાલી ઊઠે છે. રાજા પૂછે છે, - ‘કેમ જોષીજી ! માથું કેમ હાલી ઊઠ્યું ?' જોષી કહે ‘મહારાજા ! શું કહું ? આ બાળકનાં મુખની રેખાઓ કહી રહી છે કે આ આપની પછી રાજા થાય ! વળી રાજાએ ત્યાં તો એ સાંભળી આનંદ દેખાડ્યો. સરસ ! ભાગ્યશાળી બાળક ! પરંતુ રાજાના મનને શંકા પડી કે આ પેલું બાળક તો ન હોય ? ત્યારે શું પેલા માણસે બાળકને આ માલણને સોંપી દીધું હશે ? યા બગીચામાં એમજ મૂકી દીધું હોય ને માલણે એને લઇને ઊછેર્યું હશે ? ખેર ! ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org