________________
essess :
[ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન તમારો દીકરો બહુ ભાગ્યશાળી લાગે છે. સારું સારું. હવે તમે એમ કરો તમને આવાસની ગોઠવણ કરાવી દઉં છું અને રાજસભામાં રોજ આવ્યા કરજો. અવરનવર આપણા મહેલ પર પણ મળતા રહેજો. અવસરે તમારા જેવા બુદ્ધિશાળીની સલાહ ઉપયોગી થાય અને કુમારને પણ સાથે લાવતા રહેજો આપણા રાજકુમારને એનો સંપર્ક ગમશે !'
બસ, દિવાનને કહીને શેઠના આવાસની સગવડ કરાવી દીધી. બીજી પણ સગવડો કરાવી દીધી. અહેસાન ચડયું શેઠ પર. શેઠને બિચારાને ખબર નથી કે આ સગવડો પૂરી પાડવા પાછળ રાજાની કેવી મેલી મુરાદ છે. માથે અહેસાન ચડ્યું એ શરમમાં નાખી કેટલાય પ્રપંચની જાળમાં એને તાણ્યા કરશે.
અહેસાન અવસરે ખતરનાક નીવડે છે.
માટે તો શાણો માણસ બને ત્યાં સુધી કોઇના અહેસાનમાં આવતો નથી. માલ લેવા બજારમાં જાય ત્યાં વહેપારી ચાહ પીવડાવવા માગે તો નહિ પીએ, ભય છે કે “રખેને ચાહ પીવાના અહેસાન નીચે શરમમાં આવી વેપારીને ભાવમાં ઓછું કરવાનું ન બોલી શકાય તો? યા ન પસંદ સોદો વહોરી લેવો પડે તો?'
આવા અહેસાનમાં આવવાનું કોણ કરાવે છે ? લોભ લાલચ. જો લોભલાલચમાં ન પડાય, તો મફતિયું લેવાથી દૂર રહેવાય. શેઠને મફતમાં આવાસ, મફતમાં રાચરચિલું મળે છે. એ મેળવવાના લોભમાં શેઠ તણાયો. પછી તો રાજમહેલે જવા આવવાનું ચાલ્યું. સાથે નરસિંહકુમાર પણ છે, એને રાજકુમાર સાથે દોસ્તી જામી. રાજા શેઠ સાથે મીઠી મીઠી વાતો કરે છે, ને એમાં અવસર પામીને એક દિવસ રાજા શેઠને કહે,
શેઠ ! જુઓને રાજકુમારને ઘોડેસ્વારી, તલવારકળા, લક્ષ્યવેધ વગેરેની તાલિમ તો અપાય જ છે, તો તમારા કુંવરને પણ ભેગાભેગે તાલિમ લેવા દો. હોંશિયાર થઈ જશે.”
શેઠે જોયું કે આમાં કાંઈ ખર્ચ નહિ, ને મફતમાં સારી કળા- વિદ્યા શીખવા મળે છે તો ખોટું નથી. રાજાને ખુશી ખુશાલીથી હા પાડી દીધી અને નરસિંહને રાજકુમાર સાથે જોડી દીધો.
જીવને અનુકૂળતા મળતાં ખુશી ખુશી, અને પ્રતિકૂળતા મળતાં ખેદનો પાર નહિ, પણ પૂર્વાપરનો વિચાર નથી !
પ્ર. આમાં મોટી આપત્તિ શી?
ઉ. સંયોગમાં નરદમ આનંદવાળાને સંયોગના ભંગ પર પારાવર ખેદ થાય છે. માટે તો જ્ઞાની ભગવંતે કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org