________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન
પેલા ભિખારીએ સાધુના કહેવાથી ભિક્ષાની દુર્લભતાના કષ્ટમાં દેવદર્શનના ધર્મનો આશરો લીધો તો ત્યાંથી મરીને ગરીબ બ્રાહ્મણનો છોકરો થયો. બે વર્ષનો થતાં બગીચામાં ત્યજાયો. તો માલણનો છોકરો બન્યો. એ પાછો પાંચ વરસનો થતાં જંગલમાં નરસિંહ યક્ષના મંદિરે મૂકાયો. ત્યાંથી નરસિંહ નામથી સાર્થવાહના પુત્ર તરીકે બન્યો. નરસિંહ એવો લાડમાં ઊછરી રહ્યો છે કે હવે એને માલણ માતા યાદ નથી આવતી. વેપારી પણ અમુક સમય દેશાવરે જ રહી પછીથી દેશમાં જાય છે અને ત્યાં જાહેર કરે છે કે પ્રવાસમાં દેશાવરમાં પુત્રનો જન્મ થયેલો અને પછીથી દેશાવરમાં જ એ ઊછર્યો ને મોટો થયો. આમ નરસિંહને વેપારીના પુત્ર તરીકે ઉછરવાનું મળ્યું. જુઓ, -
નરસિંહ પૂર્વનું પુણ્ય લઇને આવ્યો છે એ એને એક ગરીબ બ્રાહ્મણના પુત્રમાંથી મોટા શેઠિયાના પુત્ર તરીકે મોટો થવાનું મેળવી આપે છે. ગરીબ બ્રાહ્મણમાંથી ઠીક ઠીક માળીનો પુત્ર અને એમાંથી શ્રીમંત વેપા૨ી શેઠનો પુત્ર. આવી આવી ફેરફારીમાં માણસના અહીંના કયા પુરુષાર્થે કામ કર્યુ ? કશાય નહિ, આજ પુણ્ય શુભકર્મની સાબિતી છે, અને એ પુણ્યના કર્તા તથા આધારભૂત જીવની સાબિતી છે, તેમ આ ભવમાં એવું પુણ્ય ઉપાર્જવાનો પ્રસંગ નથી બન્યો માટે પૂર્વભવે એ પુણ્ય ઉપાર્જ્ય હોય એટલે પૂર્વભવની સાબિતી છે.
આમ આત્મા છે, પૂર્વ ભવ છે. પુણ્ય પાપ છે, એ બરાબર નજર સામે રાખી પાપત્યાગની અને પુણ્ય કમાઇના પુરુષાર્થ મુખ્યપણે આદરવા જેવા છે.
જીવન તો પાણીના રેલાની જેમ વહેતું ચાલ્યું છે. દિવસ ૫૨ દિવસ પસાર થયે જાય છે. ગયો એક પણ દિવસ પાછો ફરતો નથી, ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે
ઘોરા મુહૂત્તા અબલં સરીરં ણો હુ વિણિમંતિ રાઇઓ’’
અર્થાત્ કાળ ઘોર છે, શરીર દુર્બળ છે. રાત્રિઓ પાછી ફરતી નથી. આમાં કાળ ઘોર ભયાનક છે એમ કહ્યું. કેમકે કાળ જીવને ભુલાવામાં નાખી જાણે સ્થિર છે એમ મનાવી સદુપયોગ કરવા દીધા વિના સરકતો જ જાય છે, સરકતો જ જાય છે. વીતેલો એક પણ દિવસ પાછો ફરતો નથી. દિવસ ગયો તે ગયો, હવે દુનિયાભરની સંપત્તિ જેટલી સંપત્તિ આપી દેવા તૈયાર હોય, છતાં એ વીતેલો દિવસ પાછો ન આવે. માટે
જે દિવસ હાથમાં આવે છે, એનો સદુપયોગ કરી લો.
તન-મન-ધનની, શરીર-વાણી, ઇન્દ્રિયો અને મનની જે શક્તિઓ મળી છે, એને ધર્મની આરાધનામાં અર્થાત્ વિચાર ઉચ્ચાર-વર્તાવથી ધર્મસાધનામાં કામે લગાડી દો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org