________________
- શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કાકા અજિતસેન રાજાએ શ્રીપાળકુમારના બાપને મરાવી રાજ્યગાદી બચાવી પાડેલી. પરંતુ શ્રીપાળકુમારે મોટો થતાં લડાઈ કરી કાકાને હરાવ્યા, તો કાકા અજિતસેને આ આપતુ કાળ જોયો અને યુદ્ધભૂમિ પર જ ચારિત્ર ઘર્મ સ્વીકારી
લીધો.
મદનરેખા મહાસતીના પતિનું જેકે ખૂન કરી નાખ્યું. સતીએ એને અંતિમ નિર્ધામણા કરાવી સમાધિ આપી. મદનરેખાએ આ આપત્તિકાળ દેખી શીલના રક્ષાર્થે રાતોરાત જંગલના રસ્તે ભાગી. ક્રમશઃ નંદીશ્વર દ્વીપમાં પહોંચતાં પતિ દેવ થયેલો
ત્યાં આવ્યો કહે છે, “તારા ઉપકારની અવધિ નથી કે અંતિમકાળે ભયંકર કષાયમાં નરક તરફ દોડી રહેલ મને તે અટકાવ્યો નિઝામણા કરાવી ઉપશમ રસ પાયો તો હું નરકના બદલે પાંચમા સ્વર્ગમાં જન્મ પામ્યો. બોલ તારું શું પ્રિય કરું? તો ત્યાં મહાસતીએ આપત્તિકાળ બરાબર ધ્યાનમાં રાખી અધિક ધર્મ કરવા માટે ચારિત્ર લેવા સારા સાધ્વી પાસે મૂકી દેવાની માગણી કરી.
સુભદ્રા મહાસતીએ પણ સાસુએ એને જુદી રહેવા કાઢી આ આપત્કાળ સમજી ધર્મ વધાર્યો. એનો પ્રભાવ એવો પડ્યો કે એકવાર અભિગ્રહધારી મુનિ વહોરવા પધારેલા. એમની આંખમાં તણખલું ચોંટેલું હતું, તે મુનિ અભિગ્રહવશ પોતે હટાવે નહિ તેથી સુભદ્રાએ પોતાની જીભના અણિયારાથી તણખલું ખેંચી લીધું. પરંતુ એમાં પોતાના કપાળ પરના કોરા કંકુના ચાંદલાનું કંકુ મુનિના કપાળ પર લાગી ગયું. મુનિ મેડા ઉપરથી ઉતરી ગયા નીચે, ને સાસુએ મુનિના કપાળમાં કંકુ જોઈ હોબાળો માંડ્યો કે આ વહુ સુભદ્રા બંદ આચારની છે.
માણસ સુકૃત કરવા જાય છે પણ કેટલીકવાર ધારણા બહાર એવું કાંક બની જાય છે કે જે બદનામી ઊભી કરે છે. એક માણસ રસ્તામાં હાંફળો ફાંફળો ચાલતો હતો એમાં એના ગળામાંથી મોતીની કંઠી નીકળી ગઈ, એને ખબર ન પડી આગળ ચાલ્યો એમાં ખીસામાંથી રૂમાલ કાઢતાં સો રૂપિયાની નોટ પડી ગઈ. પાછળ એક ભાઇએ નોટ પડેલી જોઈ તે લઈ પેલા ભાઈની પાછળ જલ્દી જઈ કહે છે લ્યો આ તમારી નોટ રસ્તામાં પડી ગઈ હતી. દરમિયાન પેલા ભાઈને પોતાના ગળામાં કંઠી ન દેખાતાં કહે છે, “કેમ એશ્લી નોટ? કંઠી લાવો” પેલો કહે ભાઈ મને કંઠીની ખબર નથી પેલો કહે “શાની ખબર નથી? લુચ્ચાઈ કરો છો? કંઠી છૂપાવી નોટથી શાહુકારી બતાવો છો ? ચાલો પોલિસ પાસે.
જુઓ સુકૃત કરવા જતાં કેવી અણધારી આફત? સતી સુભદ્રા પર આગળ ચડ્યું આપત્તિ આવી એણે ધર્મનું શરણું લીધું કાયોત્સર્ગ ધ્યાનમાં રહી શાસનદેવતા હાજર થઈ પરિસ્થિતિ જાણી લીધી કહ્યું “ફિકર કરીશ નહિ. કાલે વહેલી સવારથી નગરના ચાર દરવાજા બંધ રહેશે કોઈ ખોલી શકશે નહિ તું જઈને ખોલજે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org