________________
| શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન | પ્ર. તો શું ઘર્મ આવી લાલચથી કરવાનો?
ઉ. આની સામે પ્રશ્ન છે કે એવી લાલચથી શું પાપપ્રપંચો કરવા સારા? કે ધર્મ કરવાથી દુર્ગતિ થાય? લાલચથી ધર્મ ન કર્યો અને પાપપ્રપંચો ધૂમ કર્યો ગયા, તો એથી સદ્ગતી મળે? લાલચથી પણ ધર્મ કરવાનું જીવના ભાગ્યમાં છે ક્યાં?
આજે પૂજા સામાયિક-પોષધ-પ્રતિક્રમણ, વ્રત, નિયમ, શીલ, સદાચાર અને તપસ્યા કરનારા કેટલા? અને સાંસારિક પાપપ્રપંચો કરનારા કેટલા? તે શું આ પાપપ્રપંચો કરનારા વહેલા મોક્ષે જશે ? ને સુખની લાલચથી પણ ધર્મ કરનારા સંસારમાં ભટક્તા રહેશે? શાસ્ત્રોની અવગણના કરવી હોય એ એવા ઊંધા લેખા માંડે કે સુખ માટે ધર્મ કરાય જ નહિ. શાસ્ત્રો તો ઠામ ઠામ સુખના અથને ધર્મ કરવાનું કહે છે.
પેલો ઘોડેસ્વાર બાળકને ચીમી ભરીને કહે છે કે બચ્ચા મોટો લાડવો આપીશ. ફિકર ન કર, એમ બાળકને ખિલાવતો ઘોડો ઉંડા જંગલમાં લઈ જઈ એક નરસિંહયક્ષનું મંદિર આવ્યું ત્યાં ઘોડો ઊભો રાખી દે છે, બાળકને લઈને નીચે ઉતરી મંદિરમાં યક્ષની મોટી મૂર્તિના ખોળામાં બાળકને બેસાડી કહે છે, “તું બેસજે અહીં હું લાડવો લઈને આવું છું અને યક્ષને પ્રાર્થના કરે છે “પ્રભુ આને સાચવજો” એમ કહીને બાળકને ત્યાં મૂકી ઘોડેસ્વાર ઉપડી ગયો. અહીં બાળક મૂર્તિની દાઢી પકડી કહે છે દાદા ! ભૂખ લાગી છે લાડવો દો.” યક્ષ જાગતો છે એ જુએ છે કે બાળક કેવું નિર્દોષ અને માબાપથી છૂટું પડેલું છતાં હસતું ખીલતું છે! અવધિજ્ઞાનથી એણે બાળકની પરિસ્થિતિ જોઈ લીધી, વિચાર કરે છે હવે આવા મહાન પુણ્યવંતા જીવની રક્ષા અને ઉન્નતિ કેમ કરવી? ત્યાં જોયું તો થોડે દૂર એક સાર્થવાહનો પડાવ પડ઼યો છે, યક્ષે સાર્થવાહને સ્વપ્ન આપ્યું કે પાસે નરસિંહ યક્ષના મંદિરમાં દેવકુંવર જેવો બાળક છે તું ઝટ જઇને એને લઈ આવ ! સાર્થવાહ વિચારે છે “અહો ! કેટલું સરસ સ્વપ્ન! કોઈ દિવસ નહિ, ને આજે આ સ્વપ્ન આવ્યું લાગે છે. સાચું હોય ને જો સાચું પડે તો તો મારું ભાગ્ય ખૂલી ગયું મને વાંઝિયાને છોકરો તૈયાર મળે? વાહ ! કેવી પ્રભુની કૃપા !
સાર્થવાહ ઊઠ્યો, ચાલ્યો જંગલમાં યક્ષનું મંદિર દેખ્યું, ગયો અંદર, તો બાળક યક્ષની મૂર્તિના ખોળામાં ચડી બેઠું છે ને કાલી કાલી ભાષામાં બોલી રહ્યું છે દાદા ! હવે તો બહુ ભૂખ લાગી છે. ઝટ લાડવો ખવરાવો ! સાર્થવાહ સ્વપ્ન સાચું પડ્યું એના આનંદમાં ગરકાવ થઈ ગયો ઝટ બાળકને ઊંચકી લઈ છાતી સરસો લગાડી ચીમીઓ ભરતો કહે છે, “ચાલ બચ્ચા ! તને લાડવો આપું.” એમ કહી એને લઇને પહોંચ્યો પોતાને આવાસે.
પતીને બાળક આપતા કહે છે, “લે લે તારું ભાગ્ય ખૂલી ગયું. ઘણા વખતથી તારી ઝંખના હતી કે ભગવાન બાબો ક્યારે આપે. લે આ તો તારે વગર ગર્ભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org