________________
શ્રી ભગવતી
સન્ન-વિવેચન
મનમાં ધારતા હશો કે ‘હમણા તો સશક્ત શરીર છે, પાસે ખાન-પાન વગેરેનો સરંજામ છે, તો હમણાં દુનિયાનાં કામો અને દુનિયાની લહેર કરી લઉં,’ પરંતુ શાસ્ત્રકાર કહે છ કે ‘અબલં સરીર’ શરીર પર ઉપક્રમ આવે તો એનો સામનો કરવા માટે શરીર અશક્ત છે. કોઇ સશક્ત માણસો અચાનક હાર્ટએટેક યા અકસ્માતમાં મરી ગયા ! કેઇ અખમ અપંગ થઇ ગયા. ક્યાં ધારેલું બન્યું રહ્યું ? અને દિવસ ૫૨ દિવસ આવે છે તેમ તેમ જીવન ઓછું થતું જાય છે. વધતું નથી તો પછી માનવજન્મના મહાકિંમતી દિવસોમાંનો એક પણ દિવસ શા માટે ધર્મસાધના વિનાનો વહી જવા દેવો ? અને ભૂલવાનું નથી કે પુરુષાર્થ તો મોટા ભાગે પુણ્ય જ કામ કરે છે. નરસિંહ ભરપુર ગેબી રીતે નીચેથી ઊંચે ઊંચે ચડે છે. યાવત્ જીવલેણ આક્રમણોમાં આબાદ બચી જાય છે. હવે એ સોળેક વરસનો થયો છે, એટલે બાપ એને લઇને દેશાવરે નીકળે છે એમાં પેલા રાજાની રાજધાનીમાં આવે છે. ત્યાં શેઠ રાજાને મળવા જાય છે. સાથે નરસિંહકુમાર પણ છે, રાજાને ભેટણું ધરી નમસ્કાર કરે છે. રાજા પૂછે છે ‘કયો દેશ તમારો ? શેઠ પોતાના રાજ્ય અને નગરની વિગત કહે છે, રાજા પૂછે ‘અહીં કેમ પધારવું થયું ?'
શેઠ કહે વેપાર અર્થે આવ્યો છું. એમાં પહેલા આપના મંગળ દર્શન ક૨વા અહીં આવ્યો છું. રાજા પૂછે ‘આ કુમાર સાથે કોણ છે ?’ શેઠ કહે ‘એ મારો દીકરો
છે.
એટલામાં રાજજોષીની નજર કુમાર પર પડી અને એની આંખો ચમકી ! માથું હસી ઉઠ્યું !
રાજા પૂછે કેમ જોષીજી ! કેમ કાંઇ વિસ્મય ?
જોષી કહે ‘હા મહારાજા ! આ નવયુવાનની મુખ પરની રેખાઓ એવી છે કે એ રાજા થવાનો.’
રાજા કહે ‘શી વાત કરો છો ?’
જોષી કહે ‘સાહેબ ! માનો ન માનો, આપનો જ વારસદાર થાય એમ લાગે છે.
રાજા ચોંક્યો મનને થયું કે આ ત્યારે પેલો માલણનો છોકરો જ ન હોય. ખેર ! ગમે તે હો, પણ આને જીવતો ન રખાય. છતાં આને એમ નહિ ખત્મ કરાય, કોઇ યુક્તિ દ્વારા એવા સંયોગમાં મૂક્વો જોઇએ કે જેમાં સહજ રીતે એ ખત્મ થઇ જાય. કોઇ યુદ્ધનો મામલો ઊભો કરીને એમાં આને ધક્કે ચડાવી દેવો એ માટે પહેલાં એને તાલિમ અપાવવાના બહાને બહુ અંગત સંબંધમાં લેવો.’ આ બધો મગજમાં ઘાટ ગોઠવીને રાજા વેપારીને કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org