________________
ભિખારી કહે “બાપજી ! વાત તો સાચી, પરંતુ મારી પાસે એક પૈસોય નથી, એ વિના શો ધર્મ કરું? બીજાને રાતો પૈસો ય ન દઇએ, તો ઘર્મ શો ?' - સાધુ કહે, “દાનથી જ ઘર્મ થાય એવું થોડું છે? દાનની શક્તિ નથી છતાં, જો, આ નગરમાં જિનમંદિરો ઘણા છે, તું એમાં ભગવાનનાં દર્શન કર. જિનદર્શન એ પણ મહાન ધર્મ છે. કેમ, એ તો બનશે ને?”
ભિખારી કહે “હા મહારાજ ! એ તો સારી રીતે બની શકશે. ઘર ઘર ભીખ માગવા ફરી શકું છું તો મંદિરે મંદિરે પ્રભુનાં દર્શન કરવા કેમ નહિ ફરી શકું?”
બસ, ભિખારી પછી દર્શનમાં લાગી ગયો. મંદિરો ઘણા હતા. એટલે જેટલા બને એટલા ભગવાનનાં એ દર્શન કર્યું જાય છે.
જુઓ પેટમાં કુવો ને વરઘોડો જુઓ' જેવો ખેલ છે. પરંતુ મુનિએ સમજાવી દીધેલ છે કે ““પેટમાં કવો પણ પૂર્વે ધર્મ નહિ કર્યાને આભારી છે, ને અહીં ધર્મ નહિ કરે તો આગળ પર શું પામીશ? એ વિચારી જો. એટલે પ્રભુદર્શનનો વગર પૈસાનો સરળ ઘર્મ છે તે કરવા લાગે એમાં કાંઈ પેટમાં કુવો આડે નથી આવતો. બાકી એકલે હાય ખાવાનું !' કરીશ તો આ લોક પરલોક બંનેને સુધારનાર ધર્મ કરવાનું ચૂકી જઇશ.”
પેલા ભિખારીને આ લાગી ગયું કે ““હાય ખાવાનું ! હાય ખાવાનું ! હાય ખાવાનું !' કરતો રહીશ, ને ધર્મ નહિ કરું, તો માર્યો જઇશ. પૂર્વ જનમમાં ધર્મ નથી કર્યો તેથી તો અહીં કપાળમાં ભીખ માગવાનું આવ્યું છે, હવે અહીં પણ ધર્મ ન કરું તો પરભવે મારી કેવી વલે? માટે ધર્મને મુખ્ય કરું” શું આવ્યું આ? મોક્ષદૃષ્ટિ નહિ, પણ ઘર્મદૃષ્ટિ આવી, ને ધર્મદ્રષ્ટિ એને એવી જોરદાર જાગી કે ભીખ માગવાં તો ફરવું પડતું, પરંતુ દેવદર્શન પર મુખ્ય ચોટે ધર્મશ્રદ્ધા વધતી ચાલી, તેથી બને તેટલાં વધુ દર્શન કરતો. અભણ ભિખારી છે, એકમાત્ર જિનમંદિરોએ દર્શન કરી રહ્યો છે, પરંતુ એને મહાન જીવન કર્તવ્ય માની રહ્યો છે. એને લાગે છે કે “પેટનો ખાડો પૂરવા ભીખ માગતા ફરવું એ કોઈ મોટું કલ્યાણ કર્તવ્ય નથી. એ તો કૂતરા ને બિલાડા જેવા જનાવરેય કરે છે ને એથી એનું કલ્યાણ થોડું જ થાય છે? પણ પ્રભુના દર્શન અર્થે ફરતા રહેવું અને પેટ ભરી ભરીને દર્શન કર્યું જવા એ કલ્યાણ કર્તવ્ય છે. મહાત્માની કૃપા થઈ ને મને આ સૂઝાડ્યું, મારા અહોભાગ્ય છે !' આમ હોંશે હોશે પ્રભુદર્શન કર્યે જાય છે એમાં એ અઢળક પુણ્ય બાંધતો રહ્યો.
આપણે એક્લા પ્રભુદર્શન નહિ, પણ બીજા ઘણા પ્રકારના ઘર્મ કરીને સંતોષ માનતા હોઈએ કે હું ઘણો ઘર્મ કરું છું ત્યાં આ તપાસવા જેવું છે કે એવી હોંશ ઉલટ કઈ ધર્મસાધનામાં રાખીએ છીએ? આ ભિખારી જેમ જિનદર્શનને કલ્યાણ કર્તવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org