________________
શ્રી ભગવતીજી સૂત્રવિવેચન
દેવદર્શન-પૂજા, તીર્થયાત્રા, દાનાદિ બધું કરો, પરંતુ સાથે જિનવાણી-જિનાગમશાસ્ત્રવાતોનું શ્રવણ-વાંચન-મનન રોજ કરતા રહો. એથી,
7 ધર્મજીવન પ્રગતિશીલ બનશે;
વિચારસરણી વિશુદ્ધ વિશુદ્ધતર બનતી આવશે,
3 સંસારની અસારતા વિષયોની ભયંકરતા ને કષાયોની શત્રુવટ અધિક અધિક ભાસતી જશે.
7 નવું નવું શુદ્ધ ધર્મજોમ પ્રગટતું જશે,
પાપોના આકર્ષણ અને આચરણ મોળાં પડતાં આવશે.
આવા આવા અતિ ઉત્તમ લાભોને આપનાર જિનાગમ દ્વાદશાંગીરૂપે એક મહાસાગર જેવું હતું. પરંતુ સ્મૃતિદોષે એમાં હ્રાસ થતો આવ્યો તે ૧૧ અંગમાં પણ પદોનો હ્રાસ થતાં આજે મર્યાદિત રૂપમાં મળે છે. મૂળ ગણતરીએ ૧લા આચારાંગમાં ૧૮,૦૦૦ પ૬; રજા સૂત્રકૃતાંગમાં ૩૬,૦૦૦ પદ, ૩જા સ્થાનાંગમાં ૭૨,૦૦૦ પદો, ૪થા સમવાયાંગમાં ૧,૪૪,૦૦૦ ૫૬, ૫માં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શ્રીભગવતીસૂત્રમાં ૨,૮૮,૦૦૦ પદો, અને ૬ઠ્ઠા જ્ઞાતાધર્મકથામાં ૫,૭૬,૦૦૦ પદ હતાં. ત્યારે તો એ છઠ્ઠા અંગમાં સાડા ત્રણ ક્રોડ કથાઓ હતી. આજે ફક્ત ૧૯ અધ્યયન ૧૯ કથાઓ મળે છે. ભગવતીજીમાં ૩૬,૦૦૦ પ્રશ્ન અને ઉત્તર કહેવાય છે, પરંતુ આજે એમાંથી એટલી સંખ્યા મેળવવી મુશ્કેલ બને છે.
શાસનમાં મહાબુદ્ધિનિધાનો થયા છે, પરંતુ દુકાળ વગેરે કારણોએ ઘણું લૂંટાઈ ગયું ! એની અફસોસી જિનાગમને સાચી સંપત્તિ સમજનારને પારાવાર હોય. પરંતુ એકલી અફસોસી કરીને બેસી રહેવાનું નથી; કિન્તુ જેટલું આજે લભ્ય છે એમાં ભંગી૨થ પ્રયત કરવાનો છે. સમ્યક્ત્વની ખીલવણી આના ઉપર થાય કે
(૧) માટીના કૂકા, પછી ભલેને ચક્રવર્તી કે ઇંદ્રના વૈભવ, એ ધનરૂપ ન લાગે, પણ જિનાગમ એ ખરેખર ધનરૂપ લાગે, તેમજ (૨) અધિકાધિક જિનાગમ પ્રાપ્ત કર્યે જવાની જિજ્ઞાસા સતેજ બની રહે અને યથાશક્તિ એમાં પુરુષાર્થ ચાલ્યા કરે, તોજ એને સાચું ધન માન્યું ગણાય ને ? કે જિનવચન પ્રાપ્ત કરવાની બેપરવાઈ હોય તો ગણાય ? માટીના ફૂકા મેળવવા રોજ ને રોજ કેવા પ્રયત્ન કરો છે ? ઘરડા થાઓ તો ય એ ચાલુ ! છેવટે વ્યાજ પણ નવું નવું મેળવવાની ધગશ ખડી ! અને જિનવચન કમાયે જવામાં અખાડા ? ધન એ ? કે આ ? હૃદય શું માને છે ? ત્યારે હૃદયની ધનબુદ્ધિ નહિ ફેરવાય તો સમ્યગ્દર્શન ક્યાં સસ્તુ પડ્યું છે ? વીતરાગ પ્રભુ પર રાગ શે જાગે ? અને શે વધે ? શાસનનાં મૂલ્યાંકન ક્યાં ? જિનવચનને ખરેખરૂં ધન માન્યા વિના અને એ અધિકાધિક કમાઈ લેવાની ધગશ રાખ્યા વિના અનાદિની ઘરેડમાંથી બહાર નહિ નીકળાય, કીડા-પશુની ગણતરીમાંથી ઊંચા નહિ અવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org