________________
( શ્રી ભગવતીજી સત્ર-વિવેચન અટકે છે. આર્તધ્યાનના વિચારોથી બચાય છે, ખોટી કલ્પના, ખોટાં ધોરણ, ખોટા વિશ્વાસ, વગેરે પડતા મૂકાય છે.
(૨) બીજો લાભ એ, કે શાસ્ત્રબોધ માટે શાસ્ત્રનો વ્યાસંગ શાસ્ત્ર જોવાનો શ્રમ રહેવાથી એટલો સમય બીજા-ત્રીજા અસત્ વિકલ્પો-વિચારોથી બચાય છે. માણસ વિકલ્પો કરી કરી મન બગડે છે, ને બગડેલા મનથી જીવન બગડે છે. એમાંથી બચાવનારો શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રવ્યાસંગ છે, શાસ્ત્રમાં રોકાયા રહેવાનો શ્રમ છે, શાસ્ત્રના શ્રવણ-વાંચન અને ચિંતન મનનમાં રોકાયા રહેવાથી કેટલાય વિકલ્પો-વિચારો અટકે છે.
આમ આજના કાળે જેટલા શાસ્ત્ર મળે છે એ પણ કાંઈ ઓછાં નથી. અલબત ચૌદ પૂર્વો અને ૧૧ અંગ આગમોના કેટલાય પદ નષ્ટ થઈ ગયા છે. છતાં ય જે મળે છે એય એટલું બધું છે કે એને ભણવા વિચારવા અને મોંઢે કરવામાં જીવન સમાપ્ત થઈ જાય છતાં એ ખૂટે એવું નથી. પોતાના અનન્ય ગુણ અનન્ય સ્મૃદ્ધિ ચૈતન્ય'ને વિશુદ્ધ વિશુદ્ધ કરી વિકસતું રાખવાની તમન્ના જોઈએ, તો એ શાસ્ત્રશ્રમ ભરપૂર બન્યા રહે, તત્વજ્ઞાન વધારતા રહેવાની રોજીંદી પ્રવૃત્તિ રહ્યા કરે. મન એવું સજાગ રહે કે “મારૂં મૂળ મુખ્ય સ્વરૂપ ચૈતન્ય તો હું ખાસ ઊજળું ઊજળું કરતો રહું, વધુને વધુ વિકસ્વર બનાવતો જ જઉં એ માટે અનન્ય સાધનભૂત જિનવચનનો તો પરિચય વધારતો જાઉં.
જીવને આ મહા કલ્યાણકર્તવ્ય બાજુએ મૂકી નાશવંત માટીના કૂકામાં દટાઈ જવાની શી એવી લત? કાયા-કંચન-કુટુંબ-કીર્તિ-કામિનીની શી એવા પલેવણ કે જિનવચન મેળવવા-વધારવાની કોઈ ગરજ જ નથી? ખ્યાલ છે ખરો કે એ કક્કા-પાર્ટી કર્મની જ દોસ્તી કરાવી વિરાટ ભવાટવીમાં રખડતા કરી દેશે? અરે ! દુઃખ તો વધુ આ થાય છે કે ભવી જીવને હજીય દાન-શીલ-તપ અને દેવદર્શન-પૂજા વગેરેની કંઈક પરવા રહેવા છતાં જિવનચનનો સતત પરિચય રાખવાની કશી પડી નથી! “પૂછીએ કેમ ભાગ્યશાળી! વ્યાખ્યાનમાં નથી આવતા?' તો કહે છે “સાહેબ ! મારે પૂજામાં દોઢ કલાક લાગે છે એટલે પછી સમય નથી રહેતો.” અરે ! પણ જિનભક્તિની જરૂર છે, ને જિનવચનની જરૂર નથી ? જિનવચનના કાયમી પરિચય વિના કર્તવ્ય-અકર્તવ્ય, પુણ્ય-પાપ, શુભધ્યાન-દુધ્યાન વગેરેનો બોધ શી રીતે મળશે? એ બોધ વિના આત્માનું રક્ષણ અને પ્રગતિ કઈ રીતે થશે?
જિનવચનના પરિચય વિના તો જીવ એવો ભૂલો પડે છે કે ખોટી વસ્તુ ખોટા કાર્યને સારું માની લે છે! પાપને કર્તવ્ય સમજી બેસે છે! અવાને વાચ્ય માને છે! અભક્ષ્યને ભક્ષ્ય સમજે છે અને ત્યાજ્યને આદરવા જેવું માની લે છે!નવપદ ઓળીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW)