________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન એમાંય ૧૨મું અંગ અને એના ૧૪ પૂર્વો તો નહિ, પણ બાકીના ૧૧ અંગ ૧ર ઉપાંગ વગેર લખાણમાં ઉતર્યા. એમાં પણ ૧૧ અંગ ગણધર ભગવાને જેટલા પ્રમાણમાં રચ્યા, તેટલા વિસ્તૃત સંપૂર્ણ પ્રમાણમાં નહિ ! કેમકે એનું પ્રમાણ શાસ્ત્ર જેટલા પદપ્રમાણ બતાવે છે તેટલું આજે મળતું નથી. દુષ્કાળ વગેરે કારણે ઘણું વિસ્મૃત થઈ જવાના લીધે અમુક અંશ જ મળે છે. છતાં એ પણ પુસ્તકારૂઢ થયું તો મળે છે. ને આપણા માટે જીવનભર એને ભણવા-ચિંતવવા-પરિણાવવા ઓછું નથી.
કેવા નસીબદાર આપણે? પૂર્વે ઋષભદેવ ભગવાન અજિતનાથ ભગવાન વગેરે એકેક પ્રભુના શાસન અસંખ્ય વરસ ચાલ્યાં તેમાં ચૌદપૂર્વીય ખરા અવધિજ્ઞાની ય ખરા અને કેવળજ્ઞાની ય ખરા, ત્યારે આજે મહાવીર પ્રભુનું શાસન માત્ર ર૧ હજાર વરસ ચાલવાનું, તેમાં ય ફક્ત એક હજાર વર્ષ થતાં તો શ્રુતનો મહાસાગર સુકાઈ ગયો અને તળાવડા રહ્યાં !
કાળની આ મહા વિષમતા જાણીને વધુ સાવધાન બની જવા જેવું છે. આજે પણ જેટલું શ્રત મળે છે એ પણ મહા અહોભાગ્યનો વિષય માની એના પ્રકાશથી પણ આત્માને નિરંતર પ્રકાશિત રાખવા જેવો છે. આજના જગતની દશા જુઓ કે ભૌતિક વિજ્ઞાન કેટલું બધું વધી ગયું છે! જડ પદાર્થોનાં સંશોધન કરી કરી નવ નવી શોધો કેટલી બધી નીકળી પડી ?
જડ વિજ્ઞાનનું શું પરિણામ આવ્યું? આજને કે (૧) ચિત્તના રાગ, દ્વેષ વગેરે સંકલેશો વધી ગયા! (૨) ઈદિયોના વિષયોની આસક્તિ લંપટતા ગુલામી નિરંકુશ વધી ગઈ! તેથી જ (૩) અનેકાનેક જરૂરિયાતો અને સગવડોનો ઉપયોગ ફાટી પડ્યો! (૪) મન જડ ને જ જોવા-વિચારવામાં એવું અટવાઈ પડયું તે (૫) પોતાના આત્માની ચિંતા ને આત્મહિતની વિચારણા તો ફુરે જ શાની? (૬) પછી એનું શાસ્ત્રજ્ઞાન મેળવવાની ભૂખ જ ક્યાં જાગે? (૭) જીવનમાં બીજું તો કેટલું બધું ય જરૂરી લાગે છે ! માત્ર સમ્યગુ જ્ઞાન પ્રકાશ-તત્ત્વપ્રકાશ વધારવાની કોઈ જ જરૂર લાગતી નથી! (૮) બીજી નાનેથી માંડી મોટી મોટી ચીજ-બાબતો વિના ન ચાલે, પણ જ્ઞાન વિના ચાલે! - આ ધોરણ અને વર્તન ઘડાઈ ગયું છે. ચેતન્ય ગુંગળાઈ ગયેલું :
ત્યારે એ સમજો છો ખરા કે આત્મા તો ચેતન છે, એનું ચૈતન્ય શું? એ ચૈતન્ય ક્યાં વિકસ્વર અને ઝળકતું ગણાય ? અને ક્યાં આવરાઈ ગયેલું તથા મેલુંદાટ કહેવાય? ભૂલતા નહિ અનંતાનંત કાળથી ચૈતન્ય ગુંગળાઈ ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org