________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
આદિ આજના પ્રવાહો તરફ અરુચિ નથી, ઊલટું આવી ધર્મ-સંસ્કૃતિનાશક છાપાના લખાણો પર આદર છે, એવી પ્રજામાં ધર્મ ક્યાં ? એનો ભાવી સંધ કેવો બને ? જ્ઞાન-દર્શન ચારિત્રભરી ધાર્મિક શિક્ષણ શિબિર પ્રવૃત્તિ :
હવે આવી નવી પ્રજાને ધર્માભિમુખ અને જૈનત્વ-જૈન તત્ત્વજ્ઞાનના ગૌરવવાળી તેમજ દેવ-ગુરુપૂજક તથા ધર્મની આરાધક કરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાભરી શિબિરની યોજના કરવામાં આવી ને કેટલાય ઊગતા જૈન વિદ્યાર્થીઓને ધર્મશ્રદ્ધાળુ-ધર્મરસિક અને ધર્મ-આરાધક બનાવવા માંડ્યા છે. ધાર્મિક શિક્ષણ શિબિરનો વિરોધ કરનાર પાસે નક્કર શું ? :
આજની નવી પ્રજામાં પેસી ગયેલી બદીઓને સારી તો માની શકે એમ નથી, પરંતુ એને રોકવા કશું નક્કર એમની પાસે નથી, વર્ષોથી બૂમબરાડા કરવા છતાં એવું કાંઈજ કરવું તથા ક૨ી શક્યા નથી કે જે આ બદીઓને વધુ પ્રસરાતી અટકાવે. આજે ચાલુ વ્યાખ્યાનની સભાઓ અલ્પ સંખ્યક થઈ. જિનપૂજા કરનાર બહુ ઓછા થઈ ગયા, આ શાસનરક્ષા જ થઈ રહી છે ? સાધુ પાસે ધર્મીના પણ છોકરા ન આવે એ શાસનરક્ષા થઈ રહી છે ? જૈન બાળકો અને વિશેષ કન્યાઓમાં ઉદ્ભર્ વેશ ફાલેફૂલે એ શાસનરક્ષા થઈ રહી છે ? સિનેમા હોટેલ અને રેડિયો-ટી.વી.-ચેનલો, રેસ્ટોરાંને વધુ સેવતા ચાલે છે એ શાસનરક્ષા થઈ રહી છે. આ બધી બદીઓ વધવાના અને ધર્મ વીસરાતો જવાના તથા જૈન આચાર-અનુષ્ઠાનનો અને મર્યાદાઓ નેવે મૂકાતા જવાના તો આજે નક્કર બોલતા આંકડાઓ છે.
સાચી વસ્તુ પર દ્રષ્ટિપાત :
.
કોઈ સ્થાને પર્યુષણોમાં તપ વધ્યા કે આંબેલની ઓળી કરનારા વધ્યા, યા ઉપધાન કરનારા વધ્યા એટલામાત્રથી ફુલાઈ જવાની જરૂર નથી. નવી પ્રજામાં રોજીંદા જીવનના જૈન આચાર-અનુષ્ઠાન કેટલા ઘસાતા આવે છે. પ્રાચીન મર્યાદાઓના ઉલ્લંધન કેટલા થતાં આવે છે. એક સામાયિક-ચૈત્યવંદન જેટલાં ય સૂત્રોનું અજ્ઞાન કેટલું વધુ પ્રસરી રહ્યું છે, સિનેમા- હોટેલ- કંદમૂળરાત્રિભોજન-૫૨સ્ત્રીદર્શન વગેરે વિકસતું ચાલ્યું છે, ધાર્મિક શિક્ષા-સંસ્કરણની શિબિર એ અનિષ્ટો અંશે પણ દૂર ક૨વામાં તથા અમલી જૈનત્વ ખીલવવામાં કેવો ફાળો આપી રહી છે એ ઉઘાડી નજરે દેખાય એવી વસ્તુ આપી રહી છે એ ઉઘાડી નજરે દેખાય એવી વસ્તુ તરફ લક્ષ દેવાની જરૂર છે. કાળબળ અને પ્રજાની વર્તમાન પરિસ્થિતિ ઓળખવાની જરૂર છે.
શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજે કાળબળ ઓળખી આગમને પુસ્તકારૂઢ કરાવવાની નવી પદ્ધતિ અપનાવી. એમણે જોયું કે ‘હવે સ્મરણ શક્તિ હ્રાસ પામતી રહી છે, તેથી આમ ને આમ મોંઢે જ સૂત્ર ભણાવતાં રહેવામાં તો રહ્યા સહ્યા શ્રુતનો ય ડ્રાસ થતો જશે' માટે દીર્ઘ દ્રષ્ટિ વાપરી એમણે આગમ પુસ્તકોમાં લખાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org