Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ | શ્રી ભગવતીજી સત્ર-વિવેચન દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજે આગમને પુસ્તકારૂઢ કરવાનું નવું પગલું ભર્યું. કાલાનુસાર પુસ્તક લેખનના સાધનનો ઉપયોગ કર્યો, એ કાર્યને પણ શાસનના અહિતમાં કહેવું પડે !! એ મહાકૃપાળુ આચાર્ય ભગવાનને પણ શાસન ખતરામાં મૂકનાર તરીકે એમણે સમજવા પડે !! આગમ પુસ્તકારૂઢ ન થયું હોત અને દ્વાદશાંગીના અગાધ શ્રુતસાગરમાંથી રહ્યું સહ્યું શ્રુત પુસ્તકના અભાવે નષ્ટ થતું ચાલ્યું હોત તો આજે આપણી શી દશા હોત? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે લખ્યું કે “હા અણાહા કહે હુંતો, જઈ ણ હુંતા જિણાગમો' – “અરે! જો જિનાગમ ન હોત તો જિનાગમ વિના અનાથ એવા અમારું શું થાત !' આ બતાવે છે કે ભલભલા બુદ્ધિમાન જીવોનો પણ આધાર શ્રુત છે. પુસ્તકારૂઢ ન હોવાથી પૂર્વ કાળની જેમ નષ્ટ થતું ચાલ્યું હોત તો આજે મોઢે મોઢે કેટલું શ્રત આપણને મળ્યું હોત? નવી પદ્ધતિના બીજા દાખલા : પૂર્વના ભવભીરુ આચાર્ય મહારાજોએ શાસનરક્ષા ખાતર નવી નવી પદ્ધતિ જરૂર લાગી તો અપનાવી, એ ઇતિહાસ બોલે છે. પુસ્તકારૂઢ આગમની જેમ એક બીજો દાખલો જુઓ. મહાવીર પ્રભુએ સ્થાપેલા સંઘમાં પહેલા આચાર્યો-મુનિઓ રાજ સભામાં જઈ વાદ કરવાનું કે રાજા અને સભાને સંબોધવાનું ક્યાં કરતા હતા ? પરંતુ આચાર્ય બપ્પભટ્ટ સૂરિજીએ કેમ આમરાજાની સભામાં જવાનું કર્યું? આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજે કેમ સિદ્ધરાજ જયસિંહની સભા શોભાવી ? એમણે જોયું કે જ્યારે મિથ્યાદર્શનીઓ રાજ્યસભામાં પોતાનો પ્રભાવ પાડી જૈન ધર્મને નુકશાન પહોંચાડવા તરફ પ્રવર્તતા લાગે છે, ત્યારે રાજા અને રાજસભાને જૈનશાસનની વાતોથી પ્રભાવિત કરવાની અતિ આવશ્યકતા છે. માટે એમણે એ નવું પગલું ભર્યું. હવે ત્યાં જો “મહાવીર પ્રભુના કાળથી મુનિઓ તો રાજસભાથી અલિપ્ત રહી સ્વપરની કલ્યાણપ્રવૃતિ કરતા આવ્યા છે. એમને વળી આ રાજસભાઓમાં જવાનું શું? એ થશે તો અનવસ્થા ચાલશે એવી દલીલ કરાય. તો એ શાસન શું સમજ્યા છે ને અનવસ્થા શું સમજ્યા છે? એમના હિસાબે તો એ પ્રવૃત્તિ શાસનના અહિતમાં જ ને ? વળી એક દાખલો જુઓ. આપણું શાસ્ત્રસાહિત્ય સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષામાં ચાલ્યું આવ્યું. પછી લોકભાષામાં બહારનું લૌકિક સાહિત્ય જૈનોને આકર્ષે એવું રચાતું ચાલ્યું એટલે જૈનાચાર્યોએ શાસનરક્ષા ખાતર લોકભાષામાં રાસાઓ સ્તવનો પૂજાઓની રચવાની નવી પદ્ધતિ શરૂ કરી; જૈનોને સ્વધર્મમાં સ્થિર રાખવાનો શાસનરક્ષાનો પ્રયત્ન કર્યો, પણ “શાસન ખતરામાં'નો હાઉ ઊભો કરનારાને તો કાંઈક નવું દેખ્યું કે કોલાહલ મચાવવો છે, એટલે પૂર્વ પુરુષોની આ પ્રવૃત્તિને પણ શાસનને હાનિકારક માનવી પડશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 126