________________
| શ્રી ભગવતીજી સત્ર-વિવેચન E
આચારભંગના વિકાસથી ભારત વિનાશના પંથે છે. નહેરો વધી, કારખાના વધ્યાં, ને આસ્ફાલ્ટની કે ડામરી સડકો વધી એથી મોહી પડવા જેવું નથી. એથી દેશ આબાદ નથી, દેશ આબાદ તો પ્રજાની આબાદી પર નિર્ભર છે, ને પ્રજાની આબાદી ગુણવત્તા ઉપર આધાર રાખે છે, ખૂનરેજી, બદમાશી શાહુકારી ચોરી. સ્વચ્છદંતા, હડતાલો, ચડસાચડસી, પ્રાંતવાદ-સગાવાદ-સરમુખત્યારીવાદ વગેરે વાદો.... આ બધાની વ્યાપકતા પર પ્રજા શું આબાદ ગણાય ? શોભન આચારો વિના અને માનવતાના વિશિષ્ટ ગુણો વિના આબાદી નહિ. જ્ઞાનનો વિકાસ જ્ઞાનના આચારની બહુ અપેક્ષા રાખે છે.
વાત એ હતી કે માત્ર ત્રિપદી પરથી ગણધરદેવોએ દ્વાદશાંગી રચી, અગાધ મૃતસાગરના ધણી બન્યા ! કેમકે જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, બહારથી લાવીને ભરવાનું નથી હોતું. હવે એ શ્રતનો સાગર બીજાને આપવાનો, ને બીજાએ ગ્રહણ કરી ધારી રાખવાનો, તે બધું મોંઢે જ. એનાં કોઈ પુસ્તકપાનાં નહિ. તેથી કાળક્રમે જીવોની બુદ્ધિના બ્રાસ થતો આવ્યો, એમાં વળી દુકાળ પડવામાં રોજનું અખંડ પુનરાવર્તન ટકરાયું, ઇત્યાદી કારણે જે એ શ્રુતસાગરમાનો મોટા ભાગ ચૌદ પૂર્વો, એના જ્ઞાનમાં વિચ્છેદ થતો આવ્યો. તે ભગવાનના નિર્વાણ પછી એક હજાર વર્ષ થતાં થતાં તો પૂર્વોનું જ્ઞાન નષ્ટ થઈ ગયું. આગમવાચનાઓ:
વચલા કાળમાં સમ્રાટ રાજા ખારવેલે શ્રવણ સંઘે ભેગો અને જેના જેના મોઢે જેટલું જેટલું પૂર્વશ્રત હતું તેની શક્ય એટલી સળંગ સંકલન કરાવેલી. એને આગમ-વાચના કહે છે. “વાચના” એટલે કે આગમ-પાઠોના જે જુદા જુદા અંશ જુદા જુદા આગમધારીને મોઢે હોય તેને એ બધા ભેગા બેસી પરસ્પરના યાદ એટલા પાઠો સંભળાવી પરસ્પરના મૃત-વિસ્મૃત પાઠ એક સળંગ ધારાબદ્ધ પાઠરૂપે એકત્રિત કરાય, અને પછી તે સ્વાધ્યાય-અધ્યાપનમાં વાચનારૂપે ચાલે એમાં એ લાભ થયો કે એકને અમુક ભૂલાઈ ગયું હોય તે બીજા પાસેથી મળ્યું, અને બીજાને ભૂલાયેલ આમની પાસેથી પ્રાપ્ત થયું. આમ ભેગું થાય એ વાચના થઈ. આ તો પૂર્વશ્રતની વાત થઈ. પણ એવું તો આચારાંગ વગેરે ૧૧ અંગ-આગમોમાં પણ બન્યું. કેમકે એય કાંઈ નાનું પ્રમાણ નહિ, લાખો પદોનું પ્રમાણ ! એમાંય દુષ્કાળ, બુદ્ધિહાસ વગેરે અસર કરી ગયા ! તેથી એને ય એકત્રિત-સંકલિત કરવાની અને પરસ્પરના યાદ પાઠોના સરખાવી જોવાની જરૂરિયાત ઊભી થયેલી. એ કામ એકવાર મથુરામાં શ્રમણસંઘે ભેગા થઈ કર્યું, તેથી એનું નામ “માધુરી વાચના' પડ્યું. પછી કાળાન્તરે વલ્લભીપુરમાં છેવટે દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજ શ્રમણ સંઘ ભેગો કરી કર્યું, તે “વલ્લભી વાચના” કહેવાઈ ! અહીં સુધી આગમ સૂત્રો પુસ્તકમાં લખાયેલ નહિ, માત્ર મોઢે જ રખાતા તેથી મોઢેનું ભૂલાયું એટલે તો ગયું. ભૂલાયેલું પણ પુસ્તકમાં લખાયેલું હોય તો એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
ww