Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ગયો, ને બાપનું દિલ ઠારે એવો એમનો સુયોગ્ય પુત્ર અને સુયોગ્ય મંત્રી થયો. ત્યારે કોણિક? એક મહાનાલાયક દીકરો પાક્યો ! કળા-વિજ્ઞાન તો બંનેયને મળ્યા, પાછા એકજ બાપના પુત્ર, પરંતુ ફરક કેમ? કોણિકે આચારનું દેવાળું કાઢયું ! નિમિત્ત એ બની આવ્યું કે કોણિક માતા ચેલણાના પેટમાં હતો ત્યારે એ દુષ્ટ જીવના પ્રભાવે માતાને પતિના આંતરડા ખાવાનો દોહદ જાગ્યો ! આમ તો પોતે યોગ્ય પિતા ચેડા મહારાજની સુશીલ સંસ્કારી પુત્રી છે, મહાસતી છે, પરંતુ દુષ્ટ ગર્ભનો પ્રભાવ તે એ બહુએ આ વિચાર ટાળવા જાય છે, પણ મનને કોચ્યા કરી આવો ભયંકર દોહદ કરાવે છે! તેથી ચેલણા આ જીવને બાપનો કારમો વૈરી સમજી જન્મતાં જ ગુપ્તપણે ઉકરડે મૂકાવી દે છે. પણ જુઓ કર્મ કેવાં બળવાન છે. કોણિકના પુણ્યનો ઉદય છે તે રાજ શ્રેણિકને ખબર પડી જતાં તરત આ બાળકને મંગાવી જુદો ઉછેર કરાવે છે. એટલે હવે કેમ તો કે માતાનો અણમાનીતો, પણ પિતાનો લાડકવાયો બન્યો. શ્રેણિકની ઉદારતા : શ્રેણિક દોહદનું જાણે છે, કદાચ વૈરી થવાનું સમજતા ય હશે, પરંતુ ભાગ્ય પર અચલ વિશ્વાસ રાખી એક ઉચિત કર્તવ્ય તરીકે ઉદારતાથી એનું પાલનપોષણ કરાવે છે. એ જુએ છે કે બાળકને માતાનો હદયથી સ્નેહ નથી મળતો,' એટલે પોતે સહેજે બેવડો સ્નેહ રાખે જ ને? બસ, એ બાળક કોણિકને પિતાના લાડ મળ્યા, એટલે હવે શું બાકી રહે? કળા, વિજ્ઞાન બધુંય ભણે, પરંતુ વિનય, મર્યાદા ગંભીરતા વગેરે કોણ પાળે છે ? મોટો થતાં તો બાપે પણ ઓળખી લીધો અને રાજ્યધુરા સંભાળવા યોગ્ય તરીકે આચારબદ્ધ સુશીલ સાત્વિક અભયકુમારને જ ગણે છે, કોણિકને નહિ. પરંતુ હવે એ કોણિક લાડમાં કદ્ આચારોમાં ટેવાઈ ગયેલો શે સુધરે ? સુશિક્ષણ-વર્તન પૂર્વકર્મની અસર તોડે છેઃ પ્ર. - પણ એનાં કર્મ એવાં ભારે હતા ને? ઉ. - એટલે અહીંનો પુરુષાર્થ કશું ઘડતર કરતો જ નથી એમ ને? પણ જો ન કરે તો તો પછી સંસ્કાર-વિધિનો કોઈ અર્થ જ ન રહે. જો પૂર્વકર્મ પર જ આધાર રાખી બેસી રહેવાનું હોય તો શિક્ષણ શા માટે? અલબત પૂર્વ કર્મ પર તેવાં નિકાચિત નિરુપક્રમ હોય તો તોડ્યાં તૂટે નહિ ને એ એનો ભાવ ભજવી જાય એમ બને. પરંતુ એવાં કર્મ કેટલા? અને પુરુષાર્થથી તૂટે એવાં કેટલાં બધાં? માટે જ કહો. આખો ય મોક્ષમાર્ગ એવા કર્મને-કર્મની અસરને તોડી તોડીને સાર્થક બને છે, સફળ થાય છે. એટલે જ આ વાત છે કે આચારપાલન પર પહેલું લક્ષ આપો ને અપાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 126