________________
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન જોઈ લઈ ફરીથી મોઢે કરાય; પરંતું પુસ્તક જ નહી તેથી ક્યાં જોવાનું બને ? એટલે એમાં તો આ એકજ રસ્તો કે બીજા આગમધર મળે તો વળી એમની પાસેથી મળી આવે. આમ જે સૂઝવાચના યાદ સૂત્રોને પરસ્પરમાં મેળવીને, સળંગ સંકલનાબદ્ધ કરાય, એવી તો આ પૂર્વે કહી તે અને એ ગાળામાં બીજી થઈ હોય તે જ કહેવાય. ગલત સરખામણી :
એટલે આજે જો કોઈ કહેતું હોય કે ‘‘જૈન ઇતિહાસમાં ઉપરોક્ત ૨-૩ વાચના થયા પછી માત્ર વર્તમાનકાળે અમુક જ જુદા જુદા સમુદાયના સાધુ-સાધ્વીઓને આગમ-ટીકા ભણાવી તે વાચના થઈ.'' આવું જો કોઈ કહેતું હોય તો તે સરાસર અજ્ઞાન દશા છે, આવું પ્રતિપાદન કરતાં ગલત સરખામણી કરી. પરંતુ એમને ખબર નથી કે એમ તો ભગવાનના શાસનમાં આગમોનું અધ્યયન-અધ્યાપન ચાલુ જ આવ્યું છે, એટલે આજે એ કાંઈ પહેલવહેલું નથી, એવી કાંઈ એ માથુરી વગેરે વાચના નહોતી. એ તો જયારે આગમ પુસ્તકારૂઢ નહોતું થયું ત્યારે એક સમર્થ પ્રભાવક શ્રુતધર આચાર્યના પ્રયતથી શ્રમણો ભેગા થઈ પરસ્પરના સ્મૃત-વિસ્મૃત પાઠોની મેળવણી-સંકલના કરવા દ્વારા સળંગ આગમપાઠ સ્વરૂપ વાચના તૈયાર કરતાં. એ વાચનાની સાધુને ચાલુ વાચના પ્રચ્છના-પરાવર્તનાદિ રૂપ અધ્યયન-અધ્યાયન સાથે તુલના કેમ થાય ? જો એને સરખી મનાય તો શું અધ્યયન-અધ્યાપન વચલા સેંકડો વરસોમાં ચાલતું જ નહોતું ? અસ્તુ. કાળને અનુસારે શાસનરક્ષાના ઉપાય :
ત્રિલોકનાથ મહાવીર પ્રભુના નિર્વાણ પછી લગભગ એક હજાર વરસે શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ મહારાજે આગમો પુસ્તકારૂઢ કરાવ્યા. જોયું કે ‘આમ મોઢે મોઢે તો પડતા કાળના હિસાબે સ્મૃતિ ભ્રંશના કારણે શ્રુત વિચ્છેદ પામતું જશે ! અને શ્રુતના નાશ પછી શાસન શાના ઉપર ઊભું રહે ! શાસનના ય વિચ્છેદનો પ્રસંગ આવે. તેથી ભવ્યાત્માઓને તરવાનું અનન્ય સાધન જ નષ્ટ થઈ જવાથી એ જીવોનું શું થાય ? માટે કાળના અનુસારે શાસનરક્ષા રહે એવાં સાધનનો ઉપયોગ કરી ય શાસનરક્ષા તો કરવી જ જોઈએ.'
‘શાસન ખતરામાં'નો હાઉ :
આ વસ્તુ બરાબર ન સમજી શકનાર કેટલાંકને કોઈક નવું થતાં ઝટ હાઉ ઊભો કરવા જોઈએ છે કે ‘શાસન ખતરામાં’ ખરી રીતે તો નજરે દેખાય છે કે ‘ચાલે છે એય ચાલવા દઈને શાસન ખતરામાં મૂકાઈ રહ્યું છે. હવે કાલાનુસાર સાધનોમાં ઉપયોગ કરીને શાસનને ખતરામાંથી શક્ય બચાવી શકાશે.' અને તેમ કરવાથી શાસનરક્ષા રહેવાનું દેખાય પણ છે. છતાં આ માનેલા કલ્પિત શાસન ખતરાને આગળ કરી ખરેખર શાસનરક્ષાના સાધનને ખતરાનું કારણ કહે છે ! એમનાં હિસાબે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org