________________
*
**
| શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન
શુદ્ધ ચૈતન્ય તો છે શુદ્ધ જ્ઞાનમાત્રારૂપ, કે જેમાં રાગદ્વેષ વગેરે કોઈ કચરાની કલુષિતતા ન હોય. જેમાં ખાનપાન ઈષ્ટ વિષયો ધન-માલ-પરિગ્રહ કે નિદ્રા-આરામી વગેરેની કોઈ સંજ્ઞાની મિશ્રતા ન હોય.
ચોકખી ચડંગ શુદ્ધ જ્ઞાનમાત્રા એટલે વસ્તુદર્શન કે શ્રવણ થાય ત્યાં સીધો તત્ત્વમાં હવાલો પડે. એમ થાય કે “આ અમુક તત્ત્વમાં સમાય છે, તો એ જો આશ્રવ-કર્મબંધકારી તત્ત્વ છે, તો એ આત્માને ખતરનાક છે, ત્યાજ્ય છે, ભયજનક છે. ત્યારે જો એ સંવર-નિર્જરા તત્વ છે, અર્થાત કર્મનિરોધક યા કર્મનાશક તત્વ છે, તો એ બહુ વધારવા જેવી વસ્તુ કહેવાય; આદરણીય, હિતકર તત્વ ગણાય.” આવી શુદ્ધ જ્ઞાનમાત્રા પ્રગટે પછી ત્યાં ખોટા રાગ-દ્વેષ નહિ થાય; ઊલટું જિનાજ્ઞા મુજબ એનું શુદ્ધ જ્ઞાન થવા પર, ભલે બાહ્યથી આવશ્યક આશ્રવ આચરવા પડતા હોય છતાં અંતરથી એના પર એવા ઉછરંગ નહિ, દિલ પરામુખ રહે. ભલે ને હીરા માણેકના સંબંધ હોય, તો ય હૈયું કહે, - “શું મોહવું હતું આમાં? આ તો વધુ રાગ કરાવી સંસાર વધુ લાંબો કરનારી ચીજ છે. આના સ્મરણમાં સંસારની અસારતા નહિ પણ સારભૂતતા લાગે એવી આ જીવને ભૂલી પાડનારી વસ્તુ છે.” આવું કાંક મનમાં આવે તો તો એ શુદ્ધ જ્ઞાનમાત્રા ખીલી ચોખ્ખું ચૈતન્ય ફર્યું કહેવાય. પરંતુ જો રાગભર્યું જ દર્શન હોય તો એમાં તો અજ્ઞાનમાત્રાની મૂઢતાની કક્ષા ખીલી ગણાય.
જોવાની ખૂબી છે કે હીરો જડ છે, તો એને કશી એવી મૂઢતાની ફુરણા નથી, એને કોઈ રાગાદિભર્યો વિચાર નથી. ત્યારે જીવ વિચાર શક્તિવાળો છે, એટલે રાગાદિભર્યો વિચાર કરે છે, મૂઢ બને છે, અને જાતને ખતરામાં ઉતારે છે ! શુદ્ધ જ્ઞાનમાત્રા ખીલવવાનું રાગાદિરહિત દર્શન કરવાનું અને એમ કરીને પોતાના વિશિષ્ટ ગુણ શુદ્ધ ચૈતન્યને વિકસાવવાનું એને આવડતું નથી! પાલવતું નથી ! પછી તો આ દુઃખદ ભવચક્રમાં ભમ્યા કરવાનો છે અંત આવે ? નહિતર અહીં તો કેટલી ઉત્તમ તક મળી છે. શુદ્ધ ચૈતન્ય વારંવાર જાગતું ન રખાય? પરંતુ પરવા જ કયાં છે? પરવા હોય તો તો ડગલે ને પગલે આ ચોંટ અને પ્રયત રહે કે શુદ્ધ ચૈતન્ય જાગ્રત ને જાગ્રત રખાય, એને વધુ વધુ વિકસ્વર કરતા રહેવાય. શાસ્ત્રશ્રમના બે લાભ ?
શુદ્ધ ચૈતન્ય વિકસતું રાખવા માટે શાસ્ત્રબોધ મેળવવા-વધારવાની જરૂર છે એથી બે મહાન લાભ એ થાય છે કે
(૧) એક તો એનાથી જે વિશેષ વિશેષ પદાર્થજ્ઞાન ને તત્વસમજ આવતી જાય છે એનાથી પૂર્વની જેમ હવે ઉંધી વિચારસરણી અને વસ્તુની અસત્ મૂલવણી થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org