Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 18
________________ આરાધના કરો છો ને? એમાં જ્ઞાનપદની ય આરાધના ખરી? જ્ઞાનીઓએ એને કેવું ઓળખાવ્યું છે? ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહીએ, પેચ-અપેય વિચાર; કન્યાકુત્ય પ્રગટ સવિ જેહથી, જ્ઞાન તે સકલ આધાર. રે ભવિયા ! સિદ્ધચક્ર પદ વંદો.” ભગવાન પર પ્રીતિ કેટલી? : તો આવું જ્ઞાનપદ માન્ય છે ને? પછી શું બોલાય ખરું કે “મારે પૂજા-દર્શનમાં દોઢ કલાક લાગે છે તેથી વ્યાખ્યાન નથી જતો?” રોજ પૂજાની જેમ રોજ નવનવી જ્ઞાન પ્રાપ્તિ વિના ચાલે ? એ વિના શું ભક્ષ્ય-અભક્ષ્ય વગેરેનો વિવેક વધશે ? કૃત્યાકૃત્યનો પ્રકાશ વધશે? જો એ નહિ, તો આગળ વધાશે? ત્યારે “મારે આ કામ છે, ને તે કામ છે,' એમ સાંસારિક ઉપાધિઓમાં દટાઈ રહી જિનવચનના બોધની મૂડી વધાર્યો જવી નથી, અરે ! થોડો પણ એનો પરિચય રાખવો નથી. એને ભગવાન પર પ્રીતિ કેટલી? ભગવાનની પોતાની મુખ્ય સમૃદ્ધિ, મુખ્ય વ્યવસાય, મુખ્ય Mission કાર્ય તો તત્ત્વ બોધ છે; એમાં આપણને રસ નહિ ? ને છતાં કહીએ કે ભગવાનમાં આપણને રસ છે? ઘેર કોઈ મળવા આવે, ને એ પોતાની મુખ્ય વાત પ્રેમથી કરે, એમાં આપણે જરાય રસ ન દેખાડીએ, ને છતાં સવાલો કરીએ કે મને તમારા પર બહુ પ્રેમ છે, રસ છે એ સામો શાનું સ્વીકારી લે? કોઈ દર્દીની ખબર કાઢવા ગયા, ને ત્યાં જઈ એની આગળ એના દરદની વાતમાં આપણે કશો રસ ન દેખાડ્યો, ઊલટું આપણું દરદ ને આપણી મુશીબત ગાયા કરી, પછી સામો શી રીતે માને કે આપણને એનામાં રસ છે? એમ અહીં જો ભગવાનના વચનમાં આપણને રસ નથી, તો ભગવાનમાં રસ કેવો ? જિનવચન તો જિનની મુખ્ય ચીજ છે. જિનમંદિર, જિનસંઘ, જૈને ધાર્મિકક્ષેત્રો, જૈન તીર્થો,... ઇત્યાદિ બધુંય જિનની વસ્તુ કહેવાય, પરંતુ બધુંજ જિનશાસન-જિનવચનની પાછળ ! કેમકે જિનશાસન-જિનપ્રવચનમાં જે રીતે ફરમાવ્યું હોય એ રીતે જ એ મંદિર-ઉપાશ્રય-ધાર્મિકક્ષેત્રાદિ ઊભાં થાય આરાધાય અને ચાલે. માટે જ, જિનવચનનો પરિચય રોજનો ચાલવો જોઈએ, જેથી (૧) એક તો એ અંતરમાં દ્રઢપણે પરિણમતું જાય, બુદ્ધિ એના ઢાંચામાં ઢળાતી જાય, એની લાઈને ઘડાતી આવે, યાવત સહજ જિનવચનાનુસારી બની જાય; અને (૨) બીજું એ કે જિનવચનના રોજના પરિચયથી નવા નવા તત્ત્વપ્રકાશ, માર્ગપ્રકાશ, વિધિપ્રકાશ કર્તવ્યપ્રકાશ વગેરે પ્રાપ્ત થતા જાય. આ બે મહાન લાભ આમાંથી જ મળે, અને આ લાભ વિના ચાલી શકે એવું નથી, તેથી જિનવચનનો પરિચય રોજનો રાખવાનો છે, તપ કરો, જપ કરો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126