Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન ‘આમાં હવે મગજ શે પહોંચી વળે ?’ એમ લાગ્યું. ત્યારે એની ઉપરના પૂર્વ તો ૧૧મું-૧૨મું-૧૩મું-૧૪મું બેવડા બેવડા પ્રમાણના, એ ભણવાના હોત તો તો ક્યાંય નાખી નજર પણ ન પહોંચત. ગણધરોની અગાધ બુદ્ધિશક્તિ : અથવા ૧૪ પૂર્વ અહીં ગણધરદેવોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી ઊભા ઊભા ક્ષણમાં રચી કાઢયા ! નવું જ સર્જન ! ત્રિપદીના આલંબન પર દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતન પર ચડી ગયા, શ્રુતજ્ઞાનાવરણ કર્મનો જબરદસ્ત ક્ષયોમશમ કર્યો ! અને આટલા બધા અગાધ શ્રુતમહાસાગરસમાં ૧૪ પૂર્વેની રચના કરી દીધી ! કેટલી અગાધ બુદ્ધિશક્તિ ! કેટલું વિશાળ જ્ઞાન ! જ્ઞાન બહારથી લાવવાનું નથી, અંદરથી બહાર કાઢવાનું છે, પુસ્તક-પાનું-માસ્તર વગેરે તો નિમિત્ત છે. એ અંદરના ગુપ્ત પ્રકાશને પ્રગટ કરે છે, આવરાયેલા-ઢંકાયેલાને ઉઘાડું કરે છે. કોઈને કર્મના આવરણ બન્યું તીવ્ર રસવાળા હોય, તોડ્યા તૂટે એવાં ન હોય, તો ગમે તેટલું વાંચે-ભણે-સાંભળે, પણ એને એવો બોધ ન થાય. દેખાય છે ને કે શાળામાં સમાન ચોપડી ભણનારા ઘણા, પરંતુ એમને બોધ થવામાં મોટી તરતમતા ! કેમકે જ્ઞાન બહારથી પુસ્તકમાંથી અંદર નથી ઉતારવાનું, પરંતુ અંદરમાંથી બહાર કાઢવાનું છે, માટે તો એકલા ભણ-ભણ કરવાની કિંમત ન આંકી, પરંતુ જ્ઞાનનો આચાર, સ્વાધ્યાયકાળ, ગુરુવિનય, ગુરુબહુમાન, તપ-ઉપધાન વગેરે આચરવા ઉપર ખાસ ભાર મૂક્યો. કેમ ? આ શું કરે ? એ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરે, ને તેથી પછી થોડું ભણતાં ય અંદરથી મોટો પ્રકાશ બહાર નીકળે. એમ જુઓને કે ઠેઠ ત્રણે કાળના સમસ્ત વિશ્વનો પ્રકાશ કેવળજ્ઞાન ક્યું બહારના પુસ્તકમાંથી અંદર ઘલાય છે ? એ તો અંદ૨માંથી જ પ્રગટ કરાય છે; અને તે ગુરુસેવા, ત્યાગ, તપસ્યા,પરિસહસહન, શ્રુતોપયોગ વગેરે સાધનાથી ભાવનાબળ વધારતાં વધારતાં આવરણોનો નાશ કરવાથી પ્રગટ થાય છે. માટે જ જ્ઞાનાચારાદિ પંચાચારનું અનન્ય મહત્વ છે, કે એને પાળતા આવો તેમ તેમ કર્મના આવરણોની ભેખડો તૂટતી આવે છે. આચાર પાલનને કોરાણે મૂકી પુસ્તકના કીડા બનનારને આ શું બને ? કદાચ બુદ્ધિના જોર પર થોડો જ્ઞાન-આભાસ દેખાય, પરંતુ એનું યથાસ્થિત પરિણમન નહિ; આત્મામાં એનો ઘટતો સમન્વય નહિ, એનાં સાચાં સર્વજ્ઞદ્રષ્ટ રહસ્યોનો પ્રકાશ નહિ. ત્યારે જુઓ, જ્ઞાન અંદરથી પ્રગટાવનારનાં દ્રષ્ટાન્ત : પુંડરીક ગણઘર સાથે ૫ ક્રોડ મુનિવર દ્રાવિડ-વારિખિલ્લ સાથે ૧૦ ક્રોડ, મુનિપુંગવ સિદ્ધગિરિ પર અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષ ગયા, શું એ બધા જ એટલા બધા બુદ્ધિમાન હતા ? ભણવા બેઠા હતા ? છતાં બધાયને એક સરખું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 126