Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચનની ભૂમિકા જ ** છે ....... જરાક ******** ૧. ત્રિપદીમાંથી ૧૪ પૂર્વો જ અનંત ઉપકારી ત્રિલોકનાથ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ ગણધર મહારાજોને એમના “હે ભગવન્! તત્ત્વ શું?' એવા ત્રણ પ્રશ્નોના ઉત્તરમાં, માત્ર ઉપ્પન્ને ઈ વા' વિગમેઈ વા “ધૂઈ વા” એવા ત્રણ પદ આપ્યા – ત્રિપદી આપી. અર્થ ? “ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે, સ્થિર પણ રહે છે.” બસ, આના ઉપરથી એ મહાપ્રાશ શ્રી ગૌતમ ઈદ્રભૂતિ વગેરે ગણધરદેવોને ઔત્પાતિક-પારિણામિકી આદિ બુદ્ધિવૈશદ્યના સહારે એવો શ્રુતપ્રકાશ થયો કે એમાંથી ત્યાં ને ત્યાં દ્વાદશાંગી- ધૃતસાગરની રચના કરી ! એમાં બારમું અંગ ‘દ્રષ્ટિવાદ', એનો એક વિભાગ ૧૪ પૂર્વો. એનું કેટલું પ્રમાણ ? ૧૬૩૮૩ મહાવિદેહના હાથીઓ-પ્રમાણ મશીથી બનતી શાહી વડે લખાય એટલું !! પહેલું પૂર્વ એક હાથી પ્રમાણ મશીથી, બીજું ૨ હાથીપ્રમાણ, ત્રીજી ૪ હાથીપ્રમાણ, એમ એમ દ્વિગુણ દ્વિગુણ હાથી સંખ્યા લેવાની ..યાવત્ ૧૪મું પૂર્વ ૮૧૯૨ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય. કેટલું મોટું જંગી પ્રમાણ ! જેને આગળ પરંપરામાં ભણવા બેઠેલા બીજા બુદ્ધિમતા મુનિઓ પણ થાકી ગયા, અને એકમાત્ર શ્રી સ્થૂલભદ્ર સ્વામી દિવસ-રાતની ૭-૭ વાચનાથી ભણ્યા ! આર્યરક્ષિતસૂરિજી ૧૦મા પૂર્વે ચાક્યા : પણ પછી વળી આર્યરક્ષિતસૂરિજી મહારાજ તો શ્રી વજસ્વામીજી પાસે ભણતાં - ૯ પૂર્વો પૂર્ણ કર્યા પછી ૧૦મું પૂર્વ શરૂ કર્યું, ને એમાં પછી પૂછે છે. “ભગવંત' ! હવે કેટલું બાકી? વજસ્વામીજી મહારાજ કહે છે, “બિંદુ જેટલું થયું સમુદ્ર બાકી છે. ત્યાં તો મોટા પંડિત આર્યરક્ષિતજી પણ હાથ જોડે છે, કહે છે, પ્રભુ ! તો. બસ, હવે મારું ગજું નથી એ પાર કરવાનું !કેમ વારૂ? ” ચોપડા-પાનું નહિ, ગુરુ મોઢે આપે અને શિષ્ય પણ મોંઢે રાખી ભણવાનું ! ઠેઠ પહેલેથી એ સમસ્ત યાદ રાખવાનું ! તો જ ગાડું આગળ ચાલે. જૂનું મગજમાં તૈયાર હોય તો જ આગળનું સમજાય, જોડાય, અનુસંધાન થાય. એટલે રોજ એ બધાનું પુનરાવર્તન કરવું પડે. એ રીતે કરી કરીને ૧૦ પૂર્વધર શ્રી વજસ્વામી પાસે આર્યરક્ષિતસૂરિજી મહારાજ ૯ પૂર્વ સુધી તો ભણી ગયા પણ ૧૦માં પૂર્વમાં થોડે ગયા પછી હવે દરિયો લંઘવા જેટલું બાકીનું દશમું પૂર્વ ભણવાનું જાણી થાક્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 126