Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાસંગિક : Jain Education International પૂજ્યપાદ ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો અમારા શ્રી સંઘ ઉપર ખૂબજ વાત્સલ્યપૂર્વકનો ઉપકાર રહેલો છે. અમદાવાદના અંતિમ પ્રવેશથી માંડીને જીવનના અંતિમ ૨૧ દિવસમાંથી ૧૫ દિવસ- ચૈત્ર માસની શાંશ્વની ઓળી સહિત અમોને આપ્યા. પૂજ્યપાદશ્રીના અણધાર્યા કાળધર્મ પછી તેઓશ્રીના પટ્ટધર સિધ્ધાંત દિવાકર પૂ. આ.શ્રી જયોષસૂરીશ્વરજી મ.ની અનુજ્ઞાથી સ્વ.આચાર્યદેવશ્રીની પ્રથમ વાર્ષિક તિથિએ તેઓશ્રીના પ્રશિષ્ય૨ત તપસ્વી પૂ. પંન્યાસશ્રી વિદ્યાનંદ વિજયજી ગણિવર્યશ્રીની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ-પારણું તેમજ વાર્ષિક તિથિ નિમિત્તે મહોત્સવ સંઘહિતચિંતક પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ., તપસ્વી સમ્રાટ પૂ. આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ., સમતામૂર્તિ પૂ.આ.શ્રી નરરત્ન સૂરીશ્વરજી મ., પ્રશાંતમૂર્તિ પૂ.ઉપાધ્યાયશ્રી યશોભદ્ર વિજયજી મ.,પ્રવચનકાર પૂ.પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. આદિ સુવિશાળ સમુદાયની નિશ્રામાં થયો. વિ.સં-૨૦૫૦ ના પર્યુષણમહાપર્વની આરાધના પૂ.ગણિવર્યશ્રી ગુણસુંદરવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મ.શ્રી ની નિશ્રામાં સુંદર આરાધના થઇ. તે દિવસોમાં પંકજસોસાયટીમાં ચાતુર્માસ બીરાજમાન પૂ.પંન્યાસશ્રી પદ્મસેન વિજયજી ગણિવર્ય પાસે સ્વ. ગચ્છાધિપતિશ્રીના શ્રી ભગવતી સૂત્ર ઉપરના પ્રવચનોની અપ્રગટ નોંધ છે એવું જાણવા મળ્યું. પૂ. ગુણસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી એ વ્યાખ્યાનો પ્રગટ કરવાનો લાભ ‘દિવ્યદર્શન ટ્રસ્ટ’ મારફત અમારા શ્રી સંઘને મળ્યાથી ખૂબજ આનંદ છે. વિ.સં. ૨૦૫૧ કારતક પૂર્ણિમા લી. શ્રી લાવણ્ય જૈન શ્વે. મૂ. પૂ.સંઘ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 126