Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સત્સંગનો મહિમા કર્યો; બીજી પૌરુષીમાં ધ્યાન કર્યું અને ત્રીજી પૌરુષીમાં. શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈને તેમણે પિતાની મુહપત્તી તપાસી લીધી તથા વાસણે અને વચ્ચે સાફ કર્યો. પછી તે વાસણ લઈને તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમને નમન કરીને તેમની પાસેથી ઉચ્ચનીચ-મધ્યમ કુળામાં વિધિપૂર્વક ભિક્ષા માટે જવાની પરવાનગી માગી. પરવાનગી મળતાં તે શારીરિક અને માનસિક ઉતાવળને છોડી દઈ, અસંભ્રાંત ચિત્ત, તથા ધૂસરા જેટલે દૂરથી આગળની જમીન જોતા જોતા ભિક્ષા લેવા રાજગૃહ નગરમાં ગયા.
ત્યાં ફરતાં ફરતાં તેમણે તુંગિકાના જૈન ગૃહસ્થને પાર્શ્વનાથના શિષ્યો સાથે થયેલી વાતચીત સાંભળી. તે સાંભળીને તે બાબતમાં તેમને સંશય અને કુતૂહલ થયું. તેથી, તેનો ખુલાસો મેળવવાની ઈચ્છાથી, જોઈતી ભિક્ષા મેળવીને તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા. ત્યાં આવ્યા બાદ. જવા-આવવામાં થયેલ દોષોનું તથા ભિક્ષા લેતાં લાગેલા દોષોનું ચિંતન તથા કબૂલાત કરી લીધાં; અને લાવેલાં અન્નપાન મહાવીર ભગવાનને બતાવ્યાં. ત્યારબાદ તેમને પિતાને ઊભે થયેલ પ્રશ્ન પૂછળ્યો કે, “એ સાધુઓએ આપેલો જવાબ સાચે છે? તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે? વિપરીત જ્ઞાન વિનાના છે? સારી પ્રવૃત્તિવાળા છે? અભ્યાસીઓ છે? તથા વિશેષ જ્ઞાની છે?”
૧. શ્વાસે શ્વાસથી અન્ય જીવજંતુને ઈજા ન થાય તે માટે જનસાધુઓ મોં ઉપર જે પટ્ટી બાંધે છે તે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org