Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
ગુરુવરના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ કરવા કેટલે પ્રયત્ન કરે જોઈએ?
સુય એ શબ્દ કહે છે–શાસ્ત્ર અભ્યાસની જેમ શાસનનો શેલી, અનુપમ વાંચનથી જ્ઞાન પ્રાપ્ત નહિ કરવાનું પણ શાસ્ત્ર શ્રવણથી-એટલે ગુરુકુલમાં નિવાસ, ગુરુવરના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ થાય તે શાસ્ત્ર પરંપરા જીવંત રહે. શિષ્ય પરંપરામાં શાસ્ત્ર પરિકમિત બુદ્ધિ પ્રગટ થાય.
સુર્ય મે શદ કહે છે—ગુરુવર મારા પર સદા પ્રસન્ન હતા.
ગુરુવરની કૃપાને પાત્ર હું બન્યું હતું એટલે તેઓ પિતાની આરાધના–સાધનામાંથી પણું સમય કાઢીને મારા જેવા શિષ્યના ઘડતર માટે શાસ્ત્ર શીખવતા હતા.
સુય મે’ શબ્દ કહે છે–શબ્દચ્ચાર કરનાર આ મારું મુખ છે, પણ મને રહસ્ય તે પ્રાપ્ત થયું છે. ગુરુદેવની કૃપાએ
સુય એ શબ્દ કહે છે–ગુરુવર સાથે મારી એટલી નિકટતા હતી કે ગુરુવારે તેમના હૈયામાં રહેલ શાસ્ત્ર જ્ઞાનનો શાશ્વત ખજાને મને આપે.
સુય એ શબ્દ કહે છે–સુશિષ્યની ગુરુ પાસે એક “ જ અપેક્ષા–આશા–ચાહના હેય. આપ શાસ્ત્રજ્ઞ છે....મને તમારા જ્ઞાનને પૂજારી બનવા દે. ગુરુના વચનનું શ્રવણ કરવા દ્વારા ગુરુપૂજાને હું અધિકારી બન્યો છું. ગુરુ અને શિષ્યને પવિત્ર સંબંધ વસ્ત્ર–પાત્ર–આહારના આદાન પ્રદાન માત્રથી નભતે નથી. ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરા શાસ્ત્રશ્રવણથી સદા સફળ બને છે.