Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૬૪ 1.
સશુને સંરક્ષક છે સંયમ જુની વૃત્તિ છે. હવે અાહારી બનવાની નૂતન શક્તિ વિકસિત કર. સાધુ બનીશ તે પણ કયારેક આહાર નહિ મળે તે ગુસ્સો કરી દઈશ. તારી આ જુની આદત–જુની ટેવ એમ ભૂલાય તેમ નથી. એટલે જ તને પાઠ ભણાવું છું, નવકાર મંત્રની જેમ રટણ કરી લે. પુનઃ પુનઃ આવૃત્તિ કરી લે. ન એ દેઈ ન કુપૂિજા
સાધુ એટલે કેઈ આહાર ન આપે તે પણ ગુસ્સે ન કરે. સાધુ થયા એટલે તે કર્મના નાશને પ્રયત્ન પ્રારંભે છે પણ, કર્મને નાશ નથી થઈ ગયે ને? કર્મ ઉદયમાં તે આવે ને?
યાદ રાખજે. સાધુ જીવનમાં પરમાત્મા કહષભદેવને પણ એક વર્ષ આહારની પ્રાપ્તિ થઈ ન હતી. ક્ષાયિક સમકિતી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીમાં મહાત્મા ઢઢણઋષિને છ મહિના આહાર ન મળે. દ્વારિકામાં કેઈ દાનની ભાવનાવાળું ન હતું એટલે ગૌચરી ના મળી કે દ્રઢપુત્રાષિને અંતરાયકમનો ઉદય હતે? તું ખૂબ ઉતાવળથી જવાબ આપીશ, દ્વારિકામાં દાનવીર હતા તે જ નેમિનાથ પ્રભુ અનેક સાધુ-સાધ્વી સાથે વિચરતાં પણ ઢંઢણષિનું અંતરાય કમ જોરદાર. ભલા !
મહાત્માઓને પણ અંતરાયકર્મને ઉદય આવે અને તને ન આવે ? મારે તને સમજાવવું છે આહાર ન મળે એટલે રડવું–લવું એ અનાદિની વૃત્તિ ઉપર તારે વિજય મેળવવાને છે. કર્મને ઉદય તારે. પશ્ચાત્તાપ તારે કરવાને. તારે પ્રાયશ્ચિત્ત કરવાનું. તારે કરવું જોઈએ કે નહિ ? આ તે કેવી મૂર્ખાઈ ! ભૂલ આપણું અને ગુસ્સો બીજા ઉપર.
ખૂદની ભૂલે ગુસ્સો બીજા ઉપર કરે તે અજ્ઞાની,