Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૨૮૩
શિષ્યની પ્રગતિ માટે શા શા બલિદાન કર્યા છે તેને અદ્ભુત ઈતિહાસ જાણવા મળે.
માતાપિતાના વાત્સલ્ય વગર બાળકને વિકાસ અપૂર્ણ રહે તેમ માતાપિતાના અનુશાસન વિના બાળકને સવિકાસ પણું ન થાય....
વાત્સલ્ય વિના પૂર્ણ વિકાસ દુલભઅનુશાસન વિના વિકાસ અશકય
બાળકના વિકાસ માટે માતાપિતાનું વાત્સલ્ય જેટલું જરૂરી છે તેટલું જ બાળકના સુગ્ય સવિકાસ માટે માતાપિતાનું અનુશાસન ખૂબ જ જરૂરી છે. .
વાત્સલ્ય ન મળતાં વિકાસ રુંધાય....અને અનુશાસન ન મળતાં વિકાસ વિપરીત માગે ચડી જાય. અને સદ્વિકાસની દિશામાં આગળ વધી ન શકે
વાત્સલ્યમૂતિ ગુરુદેવ શિષ્યના મહાવ્રતના ગક્ષેમ કરી શકે પણ, તેને મેક્ષગગનને મુક્ત વિહારી ના બનાવી શકે. શિષ્યની આત્મશકિતના અદ્વિતીય વિકાસ માટે અનુશાસન મૂતિ સમા ગુરુદેવ જરૂરી સંયમજીવનના પ્રારંભમાં શિષ્યની વૈરાગ્યભાવના જતન વાત્સલ્યમૂતિ ગુરુદેવ જ કરી શકે. વૈરાગ્યની સુકોમળ અવસ્થા છે. સંસારના નેહ બંધન હમણું જ તેડયા છે તેથી બંધનથી ટેવાયેલ આત્મા મુક્તાવસ્થાથી ગભરાઈ જાય ત્યારે વાત્સલ્યમૂતિ ગુરુદેવને મીઠે હાથને નેહભર્યા સંબંધન દેહની થોડી કાળજી પણ નવા વૈરાગીને સાધુ જીવનમાં સ્થિર કરી દે છે. મારા માટે કેઈક છે, મને સમજનાર પણ કઈક છે. પણ શિષ્યને એક ભવ્ય શાસન પ્રભાવક અદ્વિતીય જ્ઞાનમૂતિ અજોડવાદી ઉગ્રવિહારી.ઘેરતપસ્વી અલૌકિક