Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનકા
[૨૯૧
ધર્મભાવ નંદવાઈ ન જાય તેમ તેના શુભભાવના મંગલ જતન કરે છે એટલે હિમગીરી શા શુભ્ર અને ઉચ્ચ ગુરુવાર સૌના આલંબન અને પ્રેરણામૂતિ બને છે. ગુરુવરના હૈયામાં હિત ભાવના છે તેથી વિશાળ ભાવિક ભક્તોની આગવી શક્તિના માપ તેઓની પારખુ દષ્ટિ ક્ષણમાં કરી લે છે.
ઘણીવાર તે ભક્ત પણ આશ્ચર્ય વિમૂઢ બની જાય છે પૂજ્ય ગુરુદેવે શું ફરમાવ્યું? મારી આ યોગ્યતા? સામાન્ય માનવ વ્યક્તિને વર્તમાન જોઈ તેના ઉપર ઓવારી જાય છે. પણ મહામાનવ સમા ગુરુજને વર્તમાનને ભેદી ભવ્ય ભાવિકાળ જુએ છે અને ઓવારી જાય છે.
જૈન શાસનની જય પતાકા ફેલાવનાર પૂજ્ય આચાર્ય ભગવત વાદિદેવ સૂરીશ્વરજી જિનમંદિરમાં દર્શને પધાર્યા છે. ગુરુવર તે પ્રભુજીને પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યાં ગુરુ-વરના આસન ઉપર એક નાનકડો બાળક આરુઢ થઈ જાય છે. ગુરુજીની વેધક દષ્ટિ બાળકની લલાટની રેખા વાંચી લે છે. બધાને બાળક દેખાય છે. ત્યારે આ બાળકમાં મહાન શાસન પ્રભાવકના દર્શન ગુરુવર દેવસૂરીશ્વરજી મ. ને થાય છે. શાસ્ત્ર પારંગત ગુરુવર વિચાર કરે છે “શુ આ બાળક છે ?” ના.મહાન શાસન પ્રભાવક આચાર્ય- છે. “શું આ ફક્ત ગુજરાતણુને પુત્ર રહેશે ?” ના..ના.
માતા સરસ્વતીનો લાડકવાયો સપુત બનશે?
આની લેખનીથી ગુજરધરાની કીતિ વિશ્વમાં વિસ્તૃત થશે. શું આ કુળદીપક બનશે ? નાના
- “આ તે વિશ્વદીપક બનશે. * જ્ઞાન અને મધ્યસ્થભાવના સહારે ખુદના ભાવિનો જ ઘડવૈયા નહિ સારાય ચુગને ઘડ બનશે ગુજરાતના બે મહાન રાજવીની દિવ્ય ચેતના જાગ્રત કરનાર આ બાળક