Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનકા
[ ૨૭
હે મૃત્યુ ! તું જેમ નજદીક આવે છે તેમ મારે આત્મા ખૂબ સજાગ-સાવધ બનીને લલકારે છે..
“ગિરિરાજનું શરણ હોઆદિપ્રભુ સ્મરણ , પંડિત હમ મરણ હે લઈજા...તારી વિદ્યાથી જેના ઉપર અસર થઈ છે એવા શરીરને!! મારે તે કાલંજયી બનવું છે. મારા ગુરુએ મને ધર્મામૃતના પાન કરાવ્યા છે. મારા ગુરુના ધર્મામૃતના પાન અને સાદિ અનાદિ સ્થિતિ પ્રાપ્ત કરાવશે. મૃત્યુ, તું મારે આંગણે આવે છે ત્યારે મારાથી હસી જવાય છે.
ભાઈ મૃત્યુ ! તું મારું દુશમન ? મારું પ્રતિસ્પધી? નાના તે તે ભવ્ય મિત્ર. તું તે અનુપમ મિત્રતારા આગમનના સાચા એધાણ મને બરાબર મળી ગયા. તે દિવસથી મારા જીવનની વ્યથ પળે સાર્થક બની ગઈ છે. સાચે તે મને આરાધનાને અવસર આપે. મારા મનને સકષાય અવસ્થામાં પણ નિષ્કષાય જેવું બનાવી દીધું....મારા મનના રાગને તે છઘસ્થ અવસ્થામાં હરાવી દીધા. સરોગી છતાં હું વીતરાગી સમ બની ગયે. તારા આગમનના આછેરા ભણકારે પણ હવે કેઈ શત્રુ રહયે જ નથી. પહેલાં હું આરાધના કરતા ત્યારે તન જ સાથ આપતું હતું. હવે કદાચ તનને સાથ ઓછો મળે છે. પણ મન તે સદા આરાધનામાં લીન રહે છે. સ્વાધ્યાયથી નિવૃત થાઉં છું ત્યારે જાપ કરું છું. જાપ પૂર્ણ થાય ત્યારે ધ્યાન કરું છું. ધ્યાન કર્યા બાદ દેહને સાક્ષી બની મૂકભાવે જગત અને કાયાના સ્વભાવની અનુપ્રેક્ષા કરું છું.
મિત્ર મૃત્યુ ! તે શું મારું બગાડયું છે ? સાચે ત મારો ઉપકારક છે ! તે મને કમ નિર્જરાને એનપમ -અવસર આર. તારા સમાગમે કર્મક્ષયની પળો મને નજદીક દેખાય છે. હું મૃત્યુને દૂર કરવા-હડસેલવા કયારે પણ