Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
,
૩પ “કિંમંલ્થિ ઓવાહી પાસગર્સ
કws
વિશ્વમાં વિવિધ વ્યક્તિઓ અને વિવિધ ઉપાધિઓ છે અને જ્યાં ઉપાધિ ત્યાં અશાંતિ. જ્યાં અશાંતિ ત્યાં કમબધ.
પ્રવૃત્તિની વચ્ચે અટવાયેલ માનવ નિવૃત્તિના સુખને સમજી શકતા નથી. ઉપાધિ એ બંધન. નિરૂપાધિ એ સ્વતંત્રતા આત્મા જેનાથી બંધાય તે બધી ઉપાધિ.
આત્મા જેનાથી બંધન મુક્ત થાય તે સ્વતંત્રતા... વ્યક્તિ માત્ર કોઈ પણ પ્રાપ્તિ બાદ પ્રથમ સહજ વિચારવાને “હાશ સુખી થયા પણ બે ચાર દિવસમાં થાય. શુ તે દિવસે સુખ મલ્યું હતું ? સુખનું સાધન મેળવ્યું હતું ? ના, ના, ના, મારી સ્વતંત્રતા ગુમ થઈ ગઈ. મારી શાંતિ ગુમ થઈ ગઈ.
સ્વતંત્રતાને નાશ તે સુખ નહિ. શાંતિનો નાશ કરે તે સાધન નહિ. ઉપાધિ...
સાધક! ઉપાધિ શબ્દ સાંભળી તું ગોટાળે કરવાને ઉપાધિ અને ઉપધિ.
જેનાથી દુઃખ-દર્દ–ચિંતા નજીક આવે તે ઉપાધિ. •
જેની મદદથી–સહાયથી સાધના થાય તે ઉપધિ... સાધુ પાસે જે ચીજ હોય તે દરેકને ટકોરા મારી મારીને પૂછે– બેલે, તમે ઉપાધિ કે ઉપધિ?
ઉપધિ છે તે રહો.....ઉપાધિ હોય તે વિદાય થાવ. સાધનાની પ્રારંભ અવસ્થામાં ઉપધિ સ્વીકારવી પડે અને ઉપાધિના ત્યાગ માટે સતતું જાગૃત રહેવું પડે....
' સાધુ જીવનના શૈશવકાળમાં ઉપાધિના દ્રવ્ય અને ભાવ-. ભેદ સમજવા ખૂબ જરૂરી . :: » ૧૩