Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૯૭
- સાધક! તારી વાત સરળતાયુક્ત નથી. કેવળજ્ઞાન મહાવિદેહ
ક્ષેત્રમાં મેળવ્યું, પણ કેવળજ્ઞાનની આરાધના–પૂર્વ તૈયારી તે ભરત ક્ષેત્રમાં કરીને?
મને અને તને જે પરિસ્થિતિ મળી છે. તે પરિસ્થિતિમાં -રહીને આરાધના કરીને ? તેવા વાતાવરણમાં રહીને કરી. મહાવિદેહ ક્ષેત્રમાં તેમને સાધના કાળ કેટલો? વિચાર
આઠમે વર્ષે દીક્ષાનવમે વર્ષે કેવળજ્ઞાન... ખૂબ ધડ્યાન પૂર્વક સમજ અપમાદેવી કેવળજ્ઞાનના શિખરની સાધના સુધી તો ભરત ક્ષેત્રમાં જ પહોંચી ગયા હતા. ત્યાં જઈને તે કેવળજ્ઞાનને વિજય ધ્વજ લહેરાવ્યું. એટલે મારાં સાધક શિષ્ય ! મારે તને તૈયાર કરે છે. અહીં જ તારે ઉપાધિ વચ્ચે નિરૂપાધિક બનવાનું છે.
ઉપાધિ વચ્ચે નિરૂપાધિક સ્થિતિ પ્રજ્ઞ–સમભાવી–આત્મજ્ઞાની જ રહી શકે. તારી બુદ્ધિમાં વ્યાકૂળતા ન આવવા દે. તારા સ્વભાવને શાંત બનાવી દે.
પ્રમાદનો ત્યાગ કરી જ્ઞાન મેળવવા માટે કમ્મર કસ જ્ઞાનના માર્ગે–સાધનાન માગે ખૂબ પ્રગતિ કર. તે તને પણ અનુપમાદેવી જેમ શું કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય? અને તારા માટે પણ પેલું શ્રી આચારાંગ સૂત્રનું મંગળ ગીત કેમ ન ગવાય ? (કિમથિ ઉવાહી પાસગર્સ –હું તને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણ કરું છું. બસ, કેવળજ્ઞાની બન્યા પછી કેઇ ઉપાધિ મારા શિષ્યને સતાવશે નહિ, હેરાન કરશે નહિ. નિરપાધિક સુખને આનંદ મળશે...શાશ્વત્ આનંદ મેળવ, એ જ ભાવના...
ગુરુદેવ ! આપ તે મારા હિતસ્વી છે. મને છેડવાનું કહી કંઈક અભુત અપાવે જ છે. આપે મને ઉપાધિનો ત્યાગ કરવાને કહીં કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રેરણું કરી. આપ મારાં પ્રેરક છે એ નિ:સંદેહ હકીકત છે..
માંગુ આપના ચરણમાં પુરુષાથ માગે ડેગ ભરવાની શકિત.??