Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
ઓ
15
૪૮ જે મહું અબહિમણે
અનેક વ્યક્તિની ભાવના મહાન કહેવરાવવાની હોય. વિરલ વ્યક્તિની ભાવના મહાન બનવાની હેય. મહાન કહેવરાવવું અને મહાન બનવું તે બેમાં બહુ જ ફરક છે. મહાન કહેવરાવનાર કાતિને અભિલાષી છે. મહાન બનવા ઈચ્છતે કઠેર કર્તવ્યનો ચાહક હેાય છે. મહાન કહેવરાવવાની અભિલાષા રાખનારમાં માન કષાયને તે પ્રત્યક્ષ ઉદય છે. પણ મહેનપણાના દેખાવ માટે જે ચાલબાજી– છેતરપીડી– કપટકા આચરવી પડે તેમાં પણ તે તત્પર બને છે. જ્યારે મહાન બનવાના અભિલાષકને કીર્તિથી દૂર-સુદૂર રહેવું પડે છે. કીતિ તેની મહાનતાની ભયંકર અવરોધક છે. મહાનપદના આભલાષકને માન-અભિમાન એ તે પરવડે જ નહિ. પોષાય જ નહિ. નમ્રતા વગર મહાનતા પ્રગટે જ નહિ. શ્રી આચારાંગસૂત્રનું–૧૬૮ A મું સૂત્ર મહાનતાની વ્યાખ્યા કરે છે.
“જે મહ અબહિમણે ( જે મહાન હોય તે બહાર પરિભ્રમણ ન કરતે હાય,
આ સૂત્ર કઈક ચિંતન-કંઈક વિચાર માંગે છે. દુનિયા કહે પરિભ્રમણ-દેશાટનથી બુદ્ધિને વિકાસ થાય. સંકુચિતતા નષ્ટ થાય. સહજ હદયની ઉદારતા પ્રગટ થાય. ત્યારે શાસ્ત્ર કહે બહાર ફરે તે મહાન ન બને.
લૌકિક વ્યક્તિ અને લાકેસર વ્યકિતના માપ દંડ અલગ હોય છે.
૦ પ્રાપ્ત કરીને સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ ૦ ત્યાગ કરીને સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ,