Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૨૬૭
શરણાગતિ છેડતું પણ નથી. તન કહે છે – “બધા મનને નપુંસક કહે છે પણ ખરેખર હું તન – શરીર પોતે જ નપુંસક છું. મનનો જે આદેશ મળે તે પ્રમાણે જ મારે ચાલવું પડે છે.”
મનને સ્વભાવ બાળક જેવું છે. જે જુએ છે તેની જીદ પકડે છે. એટલે જ મનને શાસ્ત્રાણા બહાર જવા ના દે. મન શાસ્ત્રમાં રહે તે તન કહે મને તો કાંઈપ્રતિકૂળ છે જ નહિ. મન નેગેટીવ ફિલ્મ છે. તન તેની પોઝીટીવ કેપી છે. મનમાં સંયમ–સદાચાર હેાય તો તનમાં આજે નહિ તો કાલે પણ સંયમ–સદાચાર પ્રગટિત થશે. શરીરથી કેઈ અવિધિ– આશાતના–વિરાધના–ખંડના થાય તે પણ પ્રાયશ્ચિત તરત લઈ લેજે. તારું શરીર જે ભૂલ કરશે તેને સુધારનાર અનેકમળશે. પણ, તારું મન જે બહાર જશે. પુદ્ગલની ચાહનાકરશે અને છેવટે કલપનાની એક સૃષ્ટિનું સર્જન કરી તેમાં મહાલશે તેનાથી જે વ્રત ભંગ થશે–વિરાધના થશે–ખંડના. થશે તે તેને બીજે કેણુ સુધારી શકે? મનના પરિભ્રમણને કેઈકી ના શકે-સુધારી શકે.
એક તું અને બીજુ શાસ્ત્ર જ મનને નાથી શકે. એટલાં માટે જ શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા સ્મૃતિમાં રાખવાની છે. જેનું મન જિનેશ્વરના ઉપદેશની બહાર ન જાય તે મહાન...... તું મહાન બન...મહાન માર્ગને ઉપદેશક બન એ જ મારા તે તને આશીર્વાદ છે. પણ મારા પ્રિય શિષ્ય !
એક વાત યાદ રાખજે. શ્રી આચારાંગસૂત્ર પ્રમાણે મહાન બનવું ખૂબ દુર્લભ છેજીવનયાત્રા તે સંસાર અને સંસારી વચ્ચે પૂર્ણ કરવાની અને મનનું નિયંત્રણ કરવાનું. તનનું નિયંત્રણ કરવા માત્રથી મહાન નહિ. તને સાધુને મન નિયંત્રણ કરવા હિતોપદેશ