Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૭૭
રોમાંચક ઇતિહાસ સાંભળીએ તે કકળી ઉઠીએ. એ નામ અતે શું છે ?
જ્યોતિષી કહે- નામ એ તે ખૂબ મહત્વની હકીકત છે. નામ ઉપરથી વ્યક્તિને ભૂત-ભવિષ્ય–વર્તમાનકાળ કહેવાય. નામ ઉપરથી માનવના અનેક સદ્ગુણ અને દુર્ગુણુળ. પૃથક્કરણ કરી શકાય. માનવની આદત-રૂચિ-વ્યાપારવ્યવહારનું જ્ઞાન કરી શકાય. ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિના અક્ષરો ઉપરથી માનવીનું નામ રાખવું એ
તિષને નિયમ છે. પ્રાયઃ વિશ્વના દરેક વિચારકે આ વાત કબૂલ કરી છે. પણ ધર્મશાસ્ત્ર નામની રફતારમાં દોડતા માનવને કહે છે તારી બધી વાત સાચી પણ મને એક જવાબ આપ... આ નામ કોનું? તારૂ કે તારી જેલનું ? આ નામથી તું બંધનમાં આવ્યું કે મુક્ત થયા ? આ નામે તને કયાં કયાં દેવાળે ? કેવા કેવા ખેલ કરાવ્યા ? તેની આછેરી પણ એક રુપરેખા તું કહી શકીશ? ભયંકર ગેસ જે નહિ ગુંગળાવે તેના કરતાં ય અધિક નામની દાસ્તાન તને ગુંગળાવે છે. પ્રાયઃ ૨ થી ૧૦ અક્ષરમાં આવતાં નામે ઉતિહાસને કાર બનાવ્યું છે. નામે જે ઝઘડ-ચુદ્ધ કરાવ્યા છે તે મહાભારત-રામાયણ અને પ્લાસીના ભયંકર યુદ્ધ અને વિશ્વયુદ્ધ કરતાં ય ભયંકર છે. પણ માનવ એટલો ભ્રમિત થઈ ગયા છે. ખુદનું નામ વાંચે કે સાંભળે ત્યાં ઘેલું ઘેલો થઈ જાય છે, અણુબ તે જ્યાં ફેકાય ત્યાં વિનાશ સજે છે પણ આ નામ તે બેલાય ત્યાં ભયંકર વિનાશ સર્જે છે. માનવ મૂક ભાવે તેને નિરીક્ષક બને છે. તેને કલ્પના નથી આવતી તે શેને સાક્ષી બને છે. આનાથી અધિક નામની શું કરૂણ કથની હેય?
આ કરૂણ કથનીને ભેગ પરમાત્માનો સાધુ મહાત્મા