Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૮૦ ]
જીવન એ સુખ દુઃખની સંતાકૂકડી છે
* તીર્થકર પ્રભુનું પણ નામ હોય છે ને ! નામ જાપને શુ જેનશાસ્ત્રમાં ઓછો મહિમા કહ્યો છે? આમ, તક તે અનેક કરી શકાય. તર્કથી વિચારીશ તે મુંઝાઈ જઈશ.
શ્રદ્ધાથી વિચાર અધ્યાત્મનું આલંબન લેજે નામ પાછળ મમત્વ પેદા થાય તે તારક બને ? જ્ઞાન કરવા કઈ પણ પદાર્થનું નામ આપવું તે અલગ અને મમત્વની અતિવૃદ્ધિ કરવા નામ આપવું તે અલગ. જ્યાં નામ પાછળ મમત્વ ન હોય ત્યાં નામના ઉચ્ચારણમાં કશો જ વાંધો નથી. પણ જે નામ પાછળ મમત્વ ભર્યું પડયું હોય તે નામ તારક ન બની શકે.
પ્રભુ શાસનમાં ગુરૂનું પણ નામ રાખવું પડે છે અને શિષ્યનું પણ નામ રાખવું પડે છે. પણ પ્રભુ શાસન ફરમાવે છે–નામ માત્ર વ્યવહાર માટે છે. તું મૈતન્ય આમાતારા રંગ નહિ રૂપ નહિ...ગધ નહિ. આકૃતિ નહિ વિકૃતિ નહિં. તું દેવ નહિ તું માનવ નહિ. - તું નિરંજન...નિરાકાર-અરૂપી. નામકર્મના ઉદયે તારા જૂજવાં રૂપ થયા છે. આ જુજવા રૂપના વ્યવહાર માટેનામને વ્યવહાર શરૂ થયો. પણ તને મેહનીય કર્મએ દિશા ભૂલાવી. તને તારી શુદ્ધ દશાનું વિસ્મરણ થઈ ગયું. તું ભૂલી ગયે અને નામના ચક્કરમાં એ ભૂલે પડી ગયા કે નામને તું તારા તરીકે અપનાવવા લાગ્યું. નામના કારણે કેટલીયવાર તું દેવ-ગુરુ-ધર્મની પણ ઉપેક્ષા કરવા લાગ્યું. તારી આ પરિસ્થિતિ જોઉં છું ત્યારે મારે કર્તવ્ય ધર્મ થઈ જાય છે કે તને સત્યપથનું માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. • ખુદના નામનું મમત્વ ત્યાગ કરવા વીતરાગ તીર્થકરના નામમાં તારા નામના મમત્વનું વીલીનકરણ કરી દે