Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૭૮ 1
વાંચન એ સાધુને પિતા છે.
ન બને એટલે જ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે એક ક્ષણ રોકાઈ જાશાંતિનો સંદેશ સાંભળી લે..તારી દેડ બધ કર..ઉભું રહે..આગળ ના દોડજ્યાં હોય ત્યાં એક મિનિટ માટે ઉભું રહી જા. પરમાત્મા શાંતિનો સંદેશ કહે છે.
આપયન્સ પય નલ્થિ? અપદનું–અરૂપીનું પદ શું ? અરૂપી–નિરાકારીનું શું નામ હોય ?
તું કેણુ? તારું વળી નામ કયાંથી હોય? તું કે નામ દ્વારા પોકારે છે? આ વાત સાંભળતા તારા મનમાં દ્વિધા થશે. તું કહીશ-મારા ગુરૂજી ! મને તમે નામની ના કહે છે, હું તે સંસાર ત્યાગીને આવ્યું, ત્યારે માતાપિતા–-કુટુંબ–ઘર–વસ્ત્ર-અલકારનો ત્યાગી બન્યા પણ સાથે સાથે મેં તે મારા નામને ય સિરાવી દીધું હતું. પણ દીક્ષાનાં સમયે ચતુવિધ સંઘ વચ્ચે આપે જ મારા નામકરણની વિધિ કરી. મારું નામ આપે રાખ્યું અને હવે કહે છે ? નામ કેવું? મારાથી બેલાય નહિ—મર્યાદાને લેપ મરણોતે પણ ન કરાય. પણ હું ખોટું કે સારૂં દેખાડવામાં માનતો નથી. સાચું કહેવામાં સગા બાપની ય શરમ ન રાખવી જોઈએ. એવી ઉડી માન્યતા ઘર કરી ગયેલી છે તે સીધુ સટ કહી દઉં. નામ કેવું? આપના શિષ્યનું ! દિક્ષાના દિનથી નામના મહત્વના પાઠ ભણાવ્યા અને હવે નો એકડા શાને ઘુંટાવે છે ?
શું ગુરૂદેવ ! આપ પણ એક નીતિ નહીં સ્વીકારે ? જમાનાની અસર બધેમારાથી વધુ બેલાઈ જાય છે. શું કરૂ? “મિચ્છામિ દુક્કડ”....પણ ગુરૂદેવ આને પ્રશ્ન એ અટપટો છે નામ કનુ ? ખરું કહું--સમજતા નથી એટલે