Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૬૪ ]
કષાય આત્મગુણનું ઇંધણ
૦ સત્તાથી સૌને નમાવે તે લૌકિક વ્યક્તિ. ૦ નમ્રતાથી સૌને નમાવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભેજનથી સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ. ૦ ભજનથી સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભાગમાં આનંદ માને તે લૌકિક વ્યક્તિ. ૦ ભક્તિમાં આનંદ માને તે અલૌકિક વ્યક્તિ.
લૌકિક અને લોકેનર વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હોય તે લૌકિક શાસ્ત્ર અને લોકોત્તર શાસની વાત પણું અલગ હેય. વત્સ !
આપણે બધા અલૌકિક-અદ્વિતીય વીતરાગ પરમાત્માના સાધુ છીએ. આપણું સૌના ઘડતર શ્રી આચારાંગસૂત્ર દ્વારા ગણધર ભગવત કરે છે. શ્રી આચારાંગસૂત્રની દષ્ટિએ મહાન કાણું ? ગુરુદેવ ! હું કહું !
ત્યાગીના, તપસ્વી..ના, જ્ઞાનીના, વૈરાગીના, સેવાભાવીના, “પોપકારીના, “શહનશીલના, “નમ્ર'.. ના, ઉત્કૃષ્ટ ચારિત્રધરના. ગુરુજી...!
આમ કરો છો? આપની ના ના...ના સાંભળી, હવે તે બેલોને. હું કંટાળી ગયે. પણું મારા મહાન શિષ્ય !
એમ મહાનના સંશોધન ન થાય હો
મહાનનો અર્થ સમજવા પણ મહાન ધીરતા જોઈએ, . મહાન બનવા કેટલી ધીરતા અને ગ્યતા જોઈએ ? એ તું જ વિચાર. પણ, મારે તે તેને શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માના દર્શન કરાવવાનાં છે.